Connect Gujarat
ગુજરાત

સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાસહાયકના આંતરિક જિલ્લા બદલી કેમ્પની સત્તાવાર કરી જાહેરાત

સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાસહાયકના આંતરિક જિલ્લા બદલી કેમ્પની સત્તાવાર કરી જાહેરાત
X

ગુજરાતમાં શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાસહાયકના આંતરિક જિલ્લા બદલી કેમ્પની સત્તાવાર જાહેરાત કરી છે, 2જી જૂનથી આંતરિક જિલ્લા બદલી માટે અરજી કરવાની શરૂઆત થઇ જશે અને 1લી જુલાઈ સુધી મંજૂર થયેલી અરજીના ઓર્ડર કરવામાં આવશે.

જિલ્લા બદલી માટે અગાઉ કરેલી અરજી રદ્દ કરવામાં આવી છે. જિલ્લા આંતરિક બદલી કરાવવા ઈચ્છતા શિક્ષકો, વિદ્યાસહાયકોને નવેસરથી અરજી કરવાની રહેશે, શિક્ષકો, વિદ્યાસહાયકોએ આંતરિક જિલ્લા બદલી માટે ઓનલાઈન અરજી કરવાની

રહેશે.

31 મે સુધી નિવૃત્ત થતાં શિક્ષકોની જગ્યાએ પણ બદલી માટે અરજી કરી શકાશે. અરજી કર્યા બાદ સુધારો કરવા માટે પણ શિક્ષકો, વિદ્યાસહાયકોને એક તક આપવામાં આવશે. જિલ્લા વિભાજન કે નિવૃત્ત શિક્ષકની જગ્યામાં ભૂલ હશે તો જિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી સામે કાર્યવાહી થશે.

2 જૂનથી 7મી જૂન સુધી શિક્ષકો, વિદ્યાસહાયકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે, 8 થી11 જૂન અરજી સુધારા, રદ્દ કરવા અને પ્રિન્ટ કાઢવાની કામગીરી થશે. 12થી 15 જૂન તાલુકા કક્ષાએ અરજી માન્ય કે અમાન્ય કરતા કારણ સાથેની યાદી જિલ્લા કક્ષાએ મોકલવાની રહેશે.

16 થી 19 જિલ્લાકક્ષાએ અરજી મંજૂર કે નામંજૂર કર્યાના કારણ સાથેની અરજી અપલોડ કરવાની કામગીરી 20 થી 26 અરજી અંગે આધાર પુરાવા સાથે શિક્ષકો, વિદ્યાસહાયકોએ વાંધા અરજી જિલ્લાકક્ષાએ રજૂ કરવાની રહેશે. 27 થી 29 રાજ્યક્ષાએ અરજીનું વેરીફીકેશન કરવામાં આવશે. 30 જૂનથી 1લી જુલાઈ મંજૂર થયેલી અરજીના ઓર્ડર કરવામાં આવશે.

Next Story