Connect Gujarat
ગુજરાત

સુરત : દૂધ પાવડરની નિકાસ પર સરકારે પ્રતિ કિલો 50 ની સહાય જાહેર કરી

પશુપાલકો અને સુમુલ ડિરેક્ટરે સરકારના નિર્ણયને આવકાર્યો.

X

રાજ્ય સરકારે પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો રૂપિયા 50ની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ગુજરાતના પશુપાલકોને 1 હજાર કરોડનો ફાયદો થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ માટે સુમુલ પાસે 6 હજાર ટન દૂધ પાઉડરનો સ્ટોક છે, ત્યારે સુરતમાં પશુપાલકો અને સુમુલ ડિરેક્ટર સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે.

રાજ્યમાં કોરોના કાળમાં હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય દૂધ વપરાશ કરતા એકમો બંધ હોવાથી રાજ્ય દૂધ ઉત્પાદક સહકારી સંઘો પાસે વધતું દૂધ પાવડરમાં રૂપાંતરિત કરાતું હતું. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંકળાયેલી ડેરીઓ પાસે 1.50 લાખ મેટ્રિક ટન દૂધ પાવડરનો સ્ટોક છે. દૂધ સંઘોને દૂધની આવક વધતી અને ખપત ઘટતા ચિંતાની સ્થિતિ હતી. દૂધ પાવડરનો જથ્થો વધી ગયો અને તેની સાચવણીનો ખર્ચ અને વ્યાજનું ભારણ પણ વધી રહયુ હતું. જેથી દુધના ખરીધ ભાવ ઘટાડવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી.

જોકે રાજ્ય સરકારે રાજ્ય દૂધ સંઘોની આ સ્થતિ સંભાળી લીધી અને દૂધ સંઘોને મોટા નુકસાનથી બચાવી લીધા છે. પશુપાલકો અને જિલ્લા સંઘોને થતું આ નુકશાન અટકાવવા માટે દૂધના પાવડરની નિકાસ માટે રાજ્ય સરકારે પ્રતિ કિલો રૂપિયા 50ની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ સહાયને કારણે દૂધ સંઘોને 800 થી 1000 કરોડનું નુક્શાનમાં બચત થશે તેવો અંદાજ લાગવાઈ રહ્યો છે.

Next Story