ડ્રાઇવરો સામે સરકારનો યુ ટર્ન,હિટ એન્ડ રનનો કાયદો હાલ પૂરતો સ્થગિત,ટ્રક ચાલકોની હડતાળ સમેટાઇ

હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે.ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે.

New Update
ડ્રાઇવરો સામે સરકારનો યુ ટર્ન,હિટ એન્ડ રનનો કાયદો હાલ પૂરતો સ્થગિત,ટ્રક ચાલકોની હડતાળ સમેટાઇ

હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે.ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. સરકારની તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે હાલ કાયદો લાગુ કરવામાં નહીં આવે

હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. સરકારની તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે હાલ કાયદો લાગુ કરવામાં નહીં આવે અને જ્યારે પણ કાયદો લાગુ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર પછી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઇવરોને હડતાળ પરત ખેંચવા અપીલ કરી છે.કેન્દ્ર સરકારે હડતાળ કરનારા ટ્રક ડ્રાઈવરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મંગળવારે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી. આ પછી કહેવામાં આવ્યું હતું કે નવો કાયદો હજી લાગુ થયો નથી. ભારતીય ન્યાયિક સંહિતા 106/2 લાગુ કરતા પહેલા AIMTCના પ્રતિનિધિઓ સાથે ચર્ચા થશે, ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે.હિટ એન્ડ રન કાયદામાં નવા ફેરફારો સામે ઘણા રાજ્યોમાં ટ્રક ચાલકો હડતાળ પર હતા. જેના કારણે પેટ્રોલ-ડીઝલ, ફળ-શાકભાજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચી રહી ન હતી. જેના કારણે આ તમામના ભાવમાં વધારો થયો છે. કોંગ્રેસ અને ભારતીય કિસાન યુનિયને ટ્રક ડ્રાઈવરોની હડતાળને સમર્થન આપ્યું હતું.

Latest Stories