વલસાડ : રેલવે સ્ટેશન પર ભીક્ષુક પરિવારની 9 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર કુલીની GRP પોલીસે ધરપકડ કરી...

બાળકી રેલવે સ્ટેશનના બાથરૂમમાં ગઈ ત્યારે રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતો ઈસમ તેની પાછળ જઈ લોભામણી લાલચો આપી નિવસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો

New Update
  • રેલવે સ્ટેશન પર ભીક્ષુક પરિવાર સાથેની ઘટના

  • 9 વર્ષીય બાળકી સાથે કરાયા શારીરિક અડપલાં

  • વેઇટિંગ રૂમના બાથરૂમમાં બાળકીને અડપલાં કર્યા

  • બાળકીએ બૂમાબૂમ કરતાં મામલો બહાર આવ્યો

  • GRP પોલીસે કુલીની ધરપકડ કરી કાર્યવાહી આદરી 

વલસાડ રેલવે સ્ટેશન પર ભીક્ષુક પરિવારની 9 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર કુલીની GRP પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્ટેશન પર ભટકતું જીવન વિતાવતા ભીક્ષુક પરિવારની 9 વર્ષીય બાળકી સાથે કુલીએ શારીરિક અડપલાં કર્યા હતા. બાળકી પ્લેટફોર્મ નં. 1 પર વેઇટિંગ રૂમના બાથરૂમમાં ગઈત્યારે રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતો ઈસમ તેની પાછળ જઈ લોભામણી લાલચો આપી નિવસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ બાળકીના શરીરે હાથ ફેરવી તેણી સાથે અડપલાં કર્યા હતા. જોકેસજાગ બાળકીએ વેઇટિંગ રૂમમાંથી બહાર દોડી આવી બૂમાબૂમ કરતાં સમગ્ર ઘટના બહાર આવી હતી.

બાળકીની બૂમો સાંભળી તેના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાળકીએ સમગ્ર ઘટના પરિવારને જણાવતા પરિવારે તરત જ વલસાડ GRPને જાણ કરી હતી. GRP પોલીસની ટીમે આરોપી યુવકની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી હતી. પોલીસે વેટિંગ રૂમના CCTV ફૂટેજ મેળવી ઘટના સ્થળનું પંચનામું કરી આરોપી અને બાળકીનું મેડિકલ કરાવી આગળની તપાસ શરૂ કરી છે. જોકેઆ ઘટનાએ રેલવે સ્ટેશન પર મહિલાઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચાનો વિષય બનાવ્યો છેત્યારે હાલ તોવલસાડ સ્ટેશન પર આ પ્રકારની ઘટના અંગે લોકો કુલી પર ચોમેરથી ફિટકાર વરસાવી રહ્યા છે.

Latest Stories