Connect Gujarat
ગુજરાત

ગુજરાત AAPના 2 કોર્પોરેટર ગેરલાયક, શહેરી વિકાસ સચિવનો હુકમ...

રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો ગેરલાયક ઠેરવાયા છે.

ગુજરાત AAPના 2 કોર્પોરેટર ગેરલાયક, શહેરી વિકાસ સચિવનો હુકમ...
X

રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો ગેરલાયક ઠેરવાયા છે. વશરામ સાગઠીયા અને કોમલ ભરાય ડીસ્કોલીફાઈ થયા છે. શહેરી વિકાસ સચિવ દ્વારા ગેરલાયક ઠેરવાયા છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કર્યા બાદ બન્ને નેતાઓ બહુમતી સાબિત કરી શક્યા નથી.

ઓર્ડરના જણાવ્યા પ્રમાણે, દાવો કરનાર હાલ કોંગ્રેસના કોર્પોરેટર અને નેતા વિપક્ષ ભાનુ સોરાણી દ્વારા વશરામ સાગઠીયા અને કોમલ ભરાઈને કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ગેરલાયક ઠેરવવા માટે શહેરી વિકાસમાં અરજી કરવામાં આવી હતી. જે અરજી શહેરી વિકાસ વિભાગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં રાષ્ટ્રીય કક્ષાએ કે, રાજ્ય કક્ષાએ પક્ષમાંથી ભાગલા પડી 1/3 ગૃપ અલગ પડેલ ન હોય અને સામાવાળા એટલે કે, વશરામ સાગઠીયા અને કોમલ ભારાઇના માત્ર પોતાના બચાવમાં મૂળ રાજકીય પક્ષમાં ભંગાણ થયેલ હોવાનું અને 1/3 સભ્યો અલગ થયેલ હોવાનું બચાવ લીધેલ છે. પરંતુ તે પુરાવા આધારે પુરવાર કરેલ ન હોય તેવા સંજોગોમાં પક્ષાંતર ધારાની કલમ ૩(૧)(ક) મુજબ સામાવાળા એટલે કે, વશરામ સાગઠીયા અને કોમલ ભારાઇનાએ પોતાના મૂળ રાજકીય પક્ષનું સભ્યપદ આમ આદમી પાર્ટીમાં જોડાઈને સ્વૈચ્છાએ છોડી દીધેલ હોય તેમ સ્પષ્ટપણે ફલિત થાય છે. શહેરી વિકાસના ઓર્ડર સામે સ્ટે લેવા વશરામ સાગઠીયા અને કોમલ ભારાઇ હાઇકોર્ટના દ્વારા ખટખટાવી. શહેરી વિકાસના ઓર્ડર પર સ્ટે ન મળે તો પેટા ચૂંટણીના પડઘમ વાગવાનું શરુ થશે. હાલ પૂરતું મનપા દ્વારા થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવામાં આવી છે.

Next Story