Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર? ચૂંટણી પંચની આજે બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ

આજે ઈલેક્શન કમિશનની બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી જાહેર થવાની શક્યતા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર? ચૂંટણી પંચની આજે બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ
X

આજે ઈલેક્શન કમિશનની બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી જાહેર થવાની શક્યતા છે. નોંધનીય છે કે, નવેમ્બરના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.2017માં 25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી.

પહેલા તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.ગત વખતે ૧૦ ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે તારીખો જાહેર થઈ હતી. ગુજરાતમાં આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા ઓછી એટલા માટે લાગે છે. રાજકિય નિષ્ણાતોના મત મુજબ હજી ગુજરાતમાં ઘણાં બધા સરકારી કાર્યક્રમો બાકી છે. એક તો ડિફેન્સ એક્સપો જે 20-21-22 ઓક્ટોબરે આયોજીત છે. જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ઓછી છે. આ પહેલાં પણ ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ અમુક કારણોથી તે પાછો ઠેલવામાં આવ્યો હતો. ગુજરાત એક્સ-પો સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ માનવામાં આવે છે.

Next Story