Connect Gujarat
ગુજરાત

ગુજરાત ભાજપની કારોબારી સુરેન્દ્રનગરમાં,600 નેતા રહેશે ઉપસ્થિત

દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જે બાદમાં હવે ગુજરાત પ્રદેશની કારોબારી યોજાનાર છે.

ગુજરાત ભાજપની કારોબારી સુરેન્દ્રનગરમાં,600 નેતા રહેશે ઉપસ્થિત
X

દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જે બાદમાં હવે ગુજરાત પ્રદેશની કારોબારી યોજાનાર છે. જોકે આ વખતે સૌ પ્રથમ માં ભાજપ પ્રદેશ કારોબારી સુરેન્દ્રનગરમાં યોજાનાર છે. વિગતો મુજબ આગામી 23 અને 24 જાન્યુઆરી બે દિવસીય બેઠક મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિત ભાજપના 600 જેટલા નેતા સુરેન્દ્રનગરના મહેમાન બનશે. જોકે હાલમાં આ બેઠકને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય કારોબારી બાદ હવે પ્રદેશ ભાજપની કારોબારી આવનાર દિવસો મળી રહી છે. સુરેન્દ્રનગરમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં કારોબારી મળશે. જેમ આ રાષ્ટ્રીય કારોબારી ના આર્થિક, રાજકીય પ્રસ્તાવને સમર્થન આપવામાં આવશે. આ સાથે ગુજરાતની ભવ્ય જીત માટે પીએમ મોદીનો આભાર માનવામાં આવશે. આ સાથે પીએમ મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ પાસ થશે. મહત્વનું છે કે, આબેઠકકમાં 2024 ના રોડ મેપ અંગે પણ ચર્ચા થશે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી સૌપ્રથમ વાર સુરેન્દ્રનગરમાં યોજાનાર છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ, સંગઠનના હોદ્દેદારો સહિત 600 થી વધુ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ હવે પ્રદેશ કારોબારી ને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Next Story