/connect-gujarat/media/post_banners/2d72109fe5db643672fd7201f667733bfd61ac3845c207d1fb3f96b33cb98f20.jpg)
ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. પરંતુ હજી કડકડતી ઠંડીની શરૂઆત નથી થઇ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ બાદ અમદાવાદ સહિત રાજ્યમાં તબક્કાવાર ઠંડી વધશે અને અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી સુધી જઇ શકે છે. રાજ્યમાં ઠંડીની વાત કરીએ તો, શનિવારની રાતે કચ્છના નલિયામાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે બનાસકાંઠાના ડીસાનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. ત્યારબાદ કચ્છના ભૂજનું તાપમાન 13 ડિગ્રી, ગાંધીનગર અને વલસાડનું તાપમાન 14 ડિગ્રી, અમદાવાદ અને અમરેલીનું તાપમાન 16 ડિગ્રી, ભાવનગર અને કેશોદનું તાપમાન 17 ડિગ્રી, વડોદરા શહેરનું તાપમાન પણ 17 ડિગ્રી જ્યારે ભરૂચનું તાપમાન પણ 17 ડિગ્રી નોંધાયું છે. મહત્વનુ છે કે, હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં આગામી એક સપ્તાહ દરમિયાન તબક્કાવાર ઠંડી વધશે અને તાપમાન 13 ડિગ્રી સુધી જઇ શકે છે. આ ઉપરાંત પણ આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી થોડા દિવસોમાં લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થશે અને પારો ગગડશે.