Connect Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસની શક્તિમાં વધારો : 34મા ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા શક્તિસિંહ ગોહિલ, સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો...

ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના 34મા પ્રમુખ બન્યા છે, ત્યારે શક્તિસિંહ ગોહિલે સત્તાવાર રીતે ગુજરાત કોંગ્રેસનો ચાર્જ સંભાળ્યો હતો.

ગુજરાત કોંગ્રેસની શક્તિમાં વધારો : 34મા ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા શક્તિસિંહ ગોહિલ, સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો...
X

ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના 34મા પ્રમુખ બન્યા છે, ત્યારે શક્તિસિંહ ગોહિલે સત્તાવાર રીતે ગુજરાત કોંગ્રેસનો ચાર્જ સંભાળ્યો હતો.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદ માટે શાસ્ત્રોક્ત વિધિ સાથે ચાર્જ સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતું કે, અમે વર્ષ 2024 લોકસભાની રણનીતિ બનાવી રહ્યા છે, તેમજ 26માંથી 26 બેઠક 5 લાખની લીડથી જીતવીએ ભાજપનો અહંકાર હોવાનું કહ્યું હતું.

અમદાવાદમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો ચાર્જ સંભાળતા પહેલા જગન્નાથજીના દર્શન કર્યા હતા, તેમજ દર્શન બાદ શક્તિસિંહએ કહ્યું હતું કે, જવાબદારી મળી છે તે સારી રીતે નિભાવીશ તેમજ પ્રભુના દર્શન કર્યા છે. હવે ચાર્જ લઇશ તેમજ સત્તા પડાવી લેવા નહીં કામ કરવા માટે આશીર્વાદ લીધા છે. વધુમાં એમ કહ્યું હતું કે, પેપરફોડ, ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર મુદ્દે લડીશ. ગુજરાત કોંગ્રેસના 34માં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બન્યા છે. તેમણે આજે સત્તાવાર રીતે ગુજરાત કોંગ્રેસનો ચાર્જ સંભાળ્યો છે, તેમજ ભૂદેવોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શક્તિસિંહ ગોહિલે પદભાર સંભાળ્યો છે. શક્તિસિંહના પદભાર સમારંભમાં ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમે 2024 લોકસભાની રણનીતિ બનાવી રહ્યા છે. CR પાટિલના દાવાનો શક્તિસિંહે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, 26માંથી 26 બેઠક 5 લાખની લીડથી જીતવીએ ભાજપનો અહંકાર છે. તેમણે કહ્યું કે, જે કોંગ્રેસ માંથી ગયા છે તે પણ પરત આવશે. વધુમાં તેમણે કહ્યું કે, મને પ્રમુખ બનાવવો એ હાઇ કમાન્ડનો નિર્ણય છે, અને હું કોંગ્રેસનો સૈનિક છું, હવે કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી.

Next Story