Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો,હવે 28 ટકા મળશે

X

થોડા સમય પહેલા ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે ગુજરાત સરકારે પણ આ નિર્ણય ને અનુસરીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે

રાજ્યના સરકારી કર્મચારીઓને હવેથી 28 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે, જે અગાઉ 17 ટકા આપવામાં આવતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતની જાહેરાત કરી હતી.રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તથા પેન્શનરોને ખુશખબર આપવામાં આવી છે. ગુજરાત સરકારે એક સાથે 11 ટકાના વધારે સાથે 28 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું છે. આ લાભ તેમને સપ્ટેમ્બર માસના પગારથી જ મળશે. ગુજરાત સરકાર અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, તથા પેન્શનરોને ચૂકવતા હોય છે. અત્યાર સુધી આ લોકોને 17 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાતું હતું. તાજેતરમાં કેન્દ્ર સરકાર જુલાઈ મહિનામાં 11 ટકાના વધારા સાથે 28 ટકા નું મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું છે, ત્યારે આજે નાણાં વિભાગ માંથી અમે નિર્ણય કર્યો છે અને મુખ્યમંત્રી દ્વારા પણ એની મંજૂરી આપવામાં આવી છે એવું નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે જણાવ્યુ હતું

Next Story