-
ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના
-
આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત નથી
-
મહિલાઓ માટે આત્મનિર્ભરતાભર્યા જીવનનું એક પગલું
-
અસંખ્ય મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવતી યોજના
-
વૃદ્ધાશ્રમની ગંગા સ્વરૂપા મહિલાઓને પણ મળ્યો લાભ
ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ બની છે. આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ મહિલાઓ માટે આત્મનિર્ભરતા અને સન્માનભર્યું જીવન જીવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. તો આવો, જાણીએ આ યોજના કેવી રીતે અસંખ્ય મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે.
ગુજરાત સરકારની “ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના” ગંગા સ્વરૂપા માતાઓ-બહેનો માટે જીવનસંધાન બની છે. જેમાં ગંગા સ્વરૂપાઓને બેન્ક ખાતામાં દર મહિને 1,250 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય તેમની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બની છે. લાભાર્થી મીના રાઠોડ અને લાભુ રાવલ જેવી અનેક મહિલાઓ માટે આ સહાય જીવનરેખા સમાન બની છે. જેઓ ઘરકામ કરે છે, અને તેમના પરિવારોને ટેકો આપવા માટે અન્ય નાના કામ કરે છે.
ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ સાબિત થઈ છે. રાજ્ય સરકારની આ યોજના ન માત્ર ગરીબ ગંગા સ્વરૂપાઓ માટે, પણ વૃદ્ધાશ્રમમાં રહેનાર ગંગા સ્વરૂપા મહિલાઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ સહાયથી તેઓ સ્વાવલંબી બની જીવન જીવી રહ્યા છે.
જોકે, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાને વધુ સરળ બનાવવા માટે ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાત પોર્ટલ અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિલેજ કમ્પ્યુટર એન્ટ્રપ્રેનિયર્સ મારફતે પ્રોસેસ સરળ બનાવી છે. વર્ષ 2025-26ના બજેટમાં આ યોજનાના લાભાર્થીઓ માટે રૂ. 3,015 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષા અને મહિલા ગૌરવ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને પુરવાર કરે છે.