Connect Gujarat
ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા પાક વીમા યોજના ફરી શરૂ કરવા વિચારણા : કૃષિમંત્રી રાઘવજી પટેલ

ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જ્યારથી પાક વીમા યોજના બંદ કરી છે.

X

રાજ્યમાં વિજય રૂપાણી સરકાર વખતે ખેડૂતો, ધારાસભ્યો સહિત સાંસદની રજૂઆત બાદ પાક વીમા યોજના બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકી હતી, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પાક વીમા યોજના ફરી શરૂ કરવા વિચારણા કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જ્યારથી પાક વીમા યોજના બંદ કરી છે. ત્યારથી જુદાજુદા વળતરો દ્વારા પાક વિમામાં ફરીથી દાખલ થાય એના માટેની વિચારણા ચાલતી જ હોય છે. કેન્દ્રના કૃષિ મંત્રી, કૃષિ સચિવ આ બધાએ પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનામાં દાખલ થવા માટે વારંવાર ભલામણો કરે છે. અમારો પ્રશ્ર્નએ છે કે, જ્યારે આ પાક વીમા યોજના અમલમાં હતી. રાજ્ય સરકાર જેટલું પ્રીમિયમ ભરે એ પ્રીમિયમના પ્રમાણમાં અડધું પાક વીમા યોજનામાં વળતર તરીકે ખેડૂતને રકમ ન મળે આવી બધી સ્થિતિઓ હોવાના કારણે જે તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર વખતે ખેડૂત આગેવાનોએ, ધારાસભ્યોએ, સાંસદોએ આ પાક વીમા યોજના અંગેની રજૂઆતો અને ફરિયાદો કરતા આ યોજના બંધ કરાય હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી તે વખતે ખેડૂતોને સીધી સહાય મળી શકે તે માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દાખલ કરવામા આવી હતી, ત્યારથી આ જ સુધી આ પાક વીમા યોજનામાં રાજ્ય સરકાર બાકાત છે.

Next Story