Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં અંગદઝાડતી ગરમીનો માહોલ, આગામી સમયમાં હીટવેવની શક્યતા

વામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. જેના પગલે તાપમાન 41થી 43 ડિગ્રીની આસપાસ રહેશે.

X

અગનભઠ્ઠીમાં શેકાઇ રહેલા ગુજરાતીઓને હાલ ગરમીથી રાહત મળવાની નથી.હવામાન વિભાગે બે દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરી છે અને ગરમીનો પારો 4૦ ડિગ્રી સુધી જાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. રાજયભરમાં આગામી સમયમાં ગરમીના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. જેના પગલે તાપમાન 41થી 43 ડિગ્રીની આસપાસ રહેશે. રાજ્યના ચાર શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. ગરમીથી બચવા માટે લોકો વાહન ચલાવતા લૂ ન લાગે તેના માટે મોઢે રૂમાલ બાંધે છે.તો વધારે પ્રવાહી પીવાનું પસંદ કરે છે.રાજ્યના વિવિધ શહીરોમાં ઠેર ઠેર લોકો શેરડીનો રસ સહિતના પીણા પિતા નજરે પડી રહ્યા છે

Next Story