/connect-gujarat/media/post_banners/36dc6c471959ebc33ce0c1942361422d0a34195f8be2eb74ddc4dc5ced530bfa.webp)
વડાપ્રધાનની ડિગ્રીની કોપી માગવાના મામલે ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે પોતાનો ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટે ચીફ ઈન્ફોર્મેશન કમિશનર(CIC)ના એ આદેશને રદ કર્યો છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે જાણકારી આપવાનો નિર્દેશ કર્યો હતો.
સાથે જ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવે કહ્યું કે, વડાપ્રધાન કાર્યાલય (PMO)એ ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ આપવું જરૂરી નથી. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીએ પીએમના ડિગ્રી સર્ટિફિકેટની વિગતો માગી હતી.