Connect Gujarat
ગુજરાત

અમિત જેઠવા હત્યા કેસ દિનુ સોલંકીને ગુજરાત હાઇકોર્ટે આપ્યાં જામીન

અમિત જેઠવા મર્ડર કેસ મામલે કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને સંસદ સભ્ય દિનુ બોઘા સોલંકીને ગુજરાત હાઇકોર્ટે દિનુ સોલંકીને જામીન આપ્યાં

અમિત જેઠવા હત્યા કેસ દિનુ સોલંકીને ગુજરાત હાઇકોર્ટે આપ્યાં જામીન
X

રાજ્યના ચર્ચાસ્પદ રહેલા RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસ મામલે કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને સંસદ સભ્ય દિનુ બોઘા સોલંકીએ CBI કોર્ટ મારફતે ફટકારવામાં આવેલી સજા બાબતે હાઈકોર્ટમાં કરેલી અપીલ ને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે દિનુ સોલંકીને જામીન આપ્યાં છે.

આજે ગુજરાત હાઇકોર્ટમાં બંન્ને પક્ષ તરફથી દલીલ રજુ કરવામાં આવી હતી.રાજકીય કારણોસર દિનુ બોઘા સોલંકીની આ કેસમાં સંડોવણી કરાઈ હોવાની રજૂઆત હાઈકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી હતી. કોર્ટે દીનું બોઘા સોલંકીને પરવાનગી વિના દેશ નહીં છોડવા આદેશ કર્યો છે. જએક લાખ રૂપિયાના જામીન પર તેમને છોડવામાં આવ્યાં છે.અમિત જેઠવાએ હાઇકોર્ટમાં જૂનાગઢના ગિરનાર જંગલમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે પીઆઇએલ કરી હતી. અને ત્યારબાદ તેમની અમદાવાદમાં હત્યા થઇ હતી. અમિત જેઠવાની હત્યા પાછળ, દીનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઈ એ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલિન સાંસદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દીનુ બોઘા સોલંકી ક્લિનચીટ આપી દીધી હતી. જેથી આ તપાસ સુરેન્દ્રનગર એસપી રાઘવેન્દ્ર વત્સને સોંપી હતી. રાઘવેન્દ્ર વત્સે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપતા 2012માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ સીબીઆઇને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. 2013માં સીબીઆઇ તપાસ કરી દિનુ સોલંકી ની ધરપકડ કરી હતી.. દિનુ બોઘા સોલંકી વર્ષ 2009થી 2014 સુધી જૂનાગઢના સાંસદ હતા. કોર્ટે દિનુ બોઘા સોંલકીને આઇપીસીની કલમ-302 અને 120-બી હેઠળ પૂર્વ આયોજિત કાવતરું ઘડવાના આરોપમાં આજીવન કેદની સજા અને 15 લાખનો દંડ ફટકાર્યો છે.

Next Story
Share it