/connect-gujarat/media/media_files/2024/12/31/y6459P1GWzUjgkEczMbU.jpg)
ગુજરાતના પોલીસ વિભાગમાં બઢતી અને બદલી દોર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના 261 જેટલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ સબ ઇન્સ્પેકટરના પ્રમોશન મળ્યા છે. કુલ 261 એએસઆઈની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. નોંધનીય છે કે, પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) (વર્ગ-૩) સંવર્ગની ખાતાકીય બઢતી પરીક્ષામાં ભાગ લેવા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટ પિટિશનરોની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.
/connect-gujarat/media/post_attachments/e243815e-009.webp)
/connect-gujarat/media/post_attachments/2debdabd-3e1.webp)
/connect-gujarat/media/post_attachments/11fc1172-da6.webp)
/connect-gujarat/media/post_attachments/07a74356-917.webp)
/connect-gujarat/media/post_attachments/f7d976ba-116.webp)
/connect-gujarat/media/post_attachments/c935a338-d05.webp)
261 ASI ને પ્રમોશન આપીને PSI બનાવાયા
રાજ્યના 261 ASI - આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગના પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) ના ભરતી નિયમો નિયત કરવામાં આવ્યા હતા.જેમાં કરાયેલી જોગવાઈ મુજબ બિન હથિયારી PSI સંવર્ગમાં બઢતીના નિયત થયેલ રેશિયો મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) મોડ-૩ (વર્ગ-૩) ના ફાળે 35% જગ્યાઓ માટે 261 ASI ને પ્રમોશન આપી PSI બનાવવામાં આવ્યા છે.આ માટે ખાતાકીય બઢતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને ખાતાકીય બઢતી પરીક્ષાના પરિણામ આવ્યા બાદ આ અધિકારીઓને બઢતીના હુકમ કરવામાં આવ્યા છે.