Connect Gujarat
ગુજરાત

ઔદ્યોગિક સંસાધનોમાં ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ,ઉધોગમંત્રી જગદીશ વિશ્વકર્માએ રાજ્યનો સિંહફાળો જણાવ્યો

તાજેતરમાં એન્યૂઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝના જાહેર થયેલા આંકડા અનુસાર દેશભરમાં ઔદ્યોગિક સંસાધનો(ફિક્સ્ડ કેપિટલ)માં ગુજરાત અવ્વલ રહ્યું છે.

X

એન્યૂઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝના આંકડા અનુસાર ઔદ્યોગિક સંસાધનોમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે આવ્યું છે.

તાજેતરમાં એન્યૂઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝના જાહેર થયેલા આંકડા અનુસાર દેશભરમાં ઔદ્યોગિક સંસાધનો(ફિક્સ્ડ કેપિટલ)માં ગુજરાત અવ્વલ રહ્યું છે. વર્ષ ૨૦૧૨-૧૩માં ગુજરાતનો ફિક્સ્ડ કેપિટલ દર ૧૪.૯૬ ટકા હતો, તે વધીને ૨૦૧૯-૨૦માં ૨૦. ૫૯ ટકાએ પહોંચ્યો છે. આમ, મશીનરી,ઈક્વિપમેન્ટ અને બિલ્ડીંગ જેવા સંસાધનોના ક્ષેત્રમાં ગુજરાત દેશભરમાં પ્રથમ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં થતાં કુલ મૂડીરોકાણમાંથી સૌથી વધુ મૂડીરોકાણ મેળવવામાં પણ ગુજરાત સફળ રહ્યું છે. તામિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા ઔદ્યોગિક રાજ્યોનો ઔદ્યોગિક સંસાધનોમાં ફાળાનો દર ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે એન્યૂઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝના અહેવાલમાં ભારતના સંગઠીત ક્ષેત્રના ઉત્પાદનના આંકડા રજૂ કરવામાં આવે છે. ગુજરાતે પ્રોડક્ટિવ કેપિટલમાં પણ સર્વોપરિતા સિદ્ધ કરી છે. એન્યૂઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝના અહેવાલ અનુસાર ૨૦૧૨-૧૩માં પ્રોડક્ટિવ કેપિટલમાં ગુજરાતનો ફાળો ૧૫.૧ ટકા હતો, તે વધીને ૨૦૧૯-૨૦માં ૧૯ ટકાએ પહોંચ્યો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં તેનું સાતત્ય જાળવી રાખવામાં સફળ રહ્યું છે.

Next Story