અમેરિકાના ન્યૂ જર્સીમાં ગુજરાતી યુવાને મહિલા મકાન માલિકની કરી હત્યા, યુવાન મૂળ ગાંધીનગરનો રહેવાસી !

અમેરિકામાં ન્યૂ જર્સી શહેરના ઉપનગર પેરામાસમાં એક ગુજરાતી યુવાને ગુજરાતના જ મૂળ રહેવાસી મહિલા મકાન માલિકની છરી મારીને હત્યા કરી લૂંટ ચલાવી હોવાની ચોંકાવનારી ઘટના બની

New Update
Screenshot_2024-11-26-07-33-39-22_40deb401b9ffe8e1df2f1cc5ba480b12
Advertisment

અમેરિકામાં ન્યૂ જર્સી શહેરના ઉપનગર પેરામાસમાં એક ગુજરાતી યુવાને ગુજરાતના જ મૂળ રહેવાસી મહિલા મકાન માલિકની છરી મારીને હત્યા કરી લૂંટ ચલાવી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મૂળ વડોદરાના રીટાબેન આચાર્યના પેરામાસ ખાતેના મકાનમાં ગાંધીનગરનો યુવક કિશન શેઠ ભાડેથી રહેતો હતો.ગાંધીનગરના યુવક કિશન શેઠે રીટાબેન આચાર્યની હત્યા કર્યા બાદ તેમનું ડેબિટ કાર્ડ અને વાહન ચોરી લીધા હતા. ડેબિટ કાર્ડ દ્વારા કિશન શેઠે 4500 ડોલર ઉપાડી લીધા હતા. જેના પછી તે નાસવાની ફિરાકમાં હતો ત્યારે જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

Advertisment

આ ઘટનાથી અમેરિકાના ગુજરાતી પરિવારોમાં ખળભળાટ મચ્યો છે. રિટાબેન આચાર્યના મોતથી વડોદરા, રાજકોટ અને મુંબઈમાં રહેતા તેમના પરિવારજનોમાં શોક ફેલાયો છે.વાસ્તવમાં, પોલીસ વેલફેર ચેક માટે જ્યારે રીટાબેનના ઘરે પહોંચી ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. પોલીસે ઘરમાંથી કોઈ રિસ્પોન્સ ન મળતા ઘરમાં પ્રવેશી તપાસ કરી હતી. એ સમયે રીટાબેન આચાર્ય તેમના પલંગ પર લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. સીસીટીવી કેમેરા અને ઘરમાંથી મળેલા કેટલાક પુરાવાના આધારે પોલીસે કિશન શેઠને ઝડપી લીધો હતો.

Latest Stories