ગુજરાતીઓ... હજી 5 દિવસ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો..! : અંગ દઝાડતી ગરમીની અસર વર્તાશે : હવામાન વિભાગ

હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે,

New Update
ગુજરાતીઓ... હજી 5 દિવસ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો..! : અંગ દઝાડતી ગરમીની અસર વર્તાશે : હવામાન વિભાગ

હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં ભેજવાળા, ગરમ અને લહાયભર્યા પવનની સૌથી વધુ અસર છેલ્લા 3 દિવસથી જોવા મળી છે, ત્યારે રાજ્યના 11 શહેરોમાં એક બાજુ 42 ડિગ્રી પાર ગરમી રહી હતી. તો બીજી બાજુ 7 શહેરોની રાત સૌથી ગરમ રહી હતી. 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહેનાર સુરેન્દ્રનગરની રાત ઇતિહાસની સૌથી ગરમ રાત રહી હતી.

વહેલી સવારના 30.1 ડિગ્રી તાપમાને સુરેન્દ્રનગરમાં છેલ્લાં 40 વર્ષની સૌથી ગરમ રાતનો રેકોર્ડ સર્જ્યો હતો. ગાંધીનગરમાં વહેલી સવારના 31.1 ડિગ્રી તાપમાને 49 વર્ષની સૌથી ગરમ રાતનો રેકોર્ડ સર્જ્યો હતો. 29.4 ડિગ્રી સાથે સુરતના 136 વર્ષના ઇતિહાસમાં 7મી સૌથી ગરમ રાત રહી હતી.

136 વર્ષના ઇતિહાસમાં સુરતમાં 16 મે, 2010માં 30.8 ડિગ્રી સૌથી ગરમ રાતનો રેકોર્ડ છે. દેશના ઉત્તર-પશ્ચિમના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી યથાવત્ રહેતા તાપમાનનો પારો અનેક જગ્યાએ 45 ડિગ્રીને આંબી ગયો છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ હીટવેવનો કેર વર્તાયો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ભારતના ઉત્તર-પશ્ચિમમાં હજુ આગામી 5 દિવસ સુધી અંગ દઝાડતી ગરમીની અસર વર્તાશે તેવી આગાહી કરવામાં આવી છે.

Latest Stories