ગુજરાતના DGP વિકાસ સહાયને ત્રણ મહિનાનું મળ્યું એક્સ્ટેન્શન

રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગમાં IPS કેડરમાં સૌથી ઊંચો હોદ્દો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) એટલે કે રાજ્યના પોલીસ વડાનો હોય છે.

New Update
vikas-sahay-incharge-dgp

ગુજરાતના વર્તમાન પોલીસ વડા (DGP) અને રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગમાં IPS કેડરમાં સૌથી ઊંચો હોદ્દો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) એટલે કે રાજ્યના પોલીસ વડાનો હોય છે. આજે, 30 જૂન, 2025ના રોજ, વર્તમાન DGP વિકાસ સહાય નિવૃત્ત થવાના હતા. તેમને એક્સ્ટેન્શન નહીં મળે તો નવા DGP તરીકે કોણ આવશે તે અંગે પણ પોલીસ બેડામાં અનેક નામોની ચર્ચાએ જોર પકડ્યું હતું.

જોકે, આ તમામ ચર્ચાઓનો હાલ તો અંત આવી ગયો છે. આ નિર્ણયથી પોલીસ વિભાગમાં આગામી સમયમાં થનારા સંભવિત મોટા ફેરબદલ પણ હાલ પૂરતા ટળી ગયા છે તેવું પણ કહી શકાય. આઇપીએસ વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે ગુજરાતમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે, જેમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપનામાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી છે.

Latest Stories