Connect Gujarat
ગુજરાત

ગુજરાતનું સૌથી મોટું સાબરકાંઠા-વદરાડનું વેજીટેબલ એક્ષેલન્સ સેન્ટર, 5 દેશના અધિકારીઓએ લીધી મુલાકાત.

જિલ્લામાં ઈઝરાયલના કોલોબ્રેશનથી ચાલતા વદરાડ વેજીટેબલ એક્ષેલન્સ સેન્ટરની વિવિધ 5 દેશના અધિકારીઓએ મુલાકાત લીધી હતી

X

સાબરકાંઠા જિલ્લામાં ઈઝરાયલના કોલોબ્રેશનથી ચાલતા વદરાડ વેજીટેબલ એક્ષેલન્સ સેન્ટરની વિવિધ 5 દેશના અધિકારીઓએ મુલાકાત લીધી હતી, જ્યાં ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળે તે પ્રકારે ખેડૂતોને માર્ગદર્શિત કરાતી નવીન પદ્ધતિ અંગે વાકેફ થયા હતા.

સાબરકાંઠા જિલ્લાના વદરાડ ખાતે આવેલું ઈન્ડો-ઈઝરાયલ સેન્ટર ગુજરાત રાજ્યનું સૌપ્રથમ અને સૌથી મોટુ વેજીટેબલ સેન્ટર છે. આમ તો ભારતમાં 29 રક્ષિત ખેતીના સેન્ટર છે, પરંતુ સાબરકાંઠાના વદરાડમાં મોટામાં મોટુ સેન્ટર છે. આ સેન્ટરમાં અનેક પ્રકારની ખેતી કરવામાં આવે છે. શાકભાજી હોય કે, ફ્રુટ હોય તમામ પ્રકારની ખેતી વદરાડના એક્ષેલેન્સ સેન્ટરમાં થાય છે. ખાસ કરીને ખેડૂતો માટેનું આ સેન્ટર છે, અને અહિ તમામ ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવે છે. જેને લઈને ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે. વદરાડ ખાતે નેટ હાઉસ, ગ્રીન હાઈસ અને પ્લગ નર્સરી પણ છે. જેનામાં અલગ અલગ પ્રકારની ખેતી કરાય છે. અગાઉ આ સેન્ટરમાં ઈઝરાયલના વૈજ્ઞાનિકો દ્વારા તાલીમ પણ અપાતી હતી. સાથે જ ખેડૂતોને વિવિધ પ્રકારની તકનીક બતાવીને ખેતી કરાવવામાં આવે છે. અહી વિવિધ દેશ અને વિવિધ રાજ્યના ખેડૂતો તેમજ અધિકારીઓ મુલાકાતે આવે છે, ત્યારે 16 જેટલા ડીફેન્સ કોલેજના મેજર જનરલ સહિત અન્ય 4 દેશના અધિકારીઓ વદરાડ વેજીટેબલ એક્ષેલન્સ સેન્ટરની મુલાકાતે આવ્યા હતા.

આમ તો, ડિફેન્સ કોલેજમાં વિવિધ પ્રકારની તાલીમ અપાય છે, તેમાંય એગ્રીકલ્ચર ખેતી અંગેની માહિતી માટે આ સેન્ટરમાં 16થી વધુ ડીફેન્સ કોલેજ-ન્યુ દિલ્હીના મેજર જનરલ, બ્રિગેડિયર, એર કમાન્ડર, કેપ્ટન તથા કર્નલ રેન્કના ભારત તેમજ જાપાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ખાસ કરીને અહી ઓછા પાણી અને ઓછી માટી દ્વારા કેવી રીતે ખેતી કરાય, તો કેવી રીતે વધુ ઉત્પાદન મળે તે પ્રકારની માહિતી બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવી હતી. વદરાડ ખાતે આવેલ ગ્રીન હાઉસ, નેટ હાઉસ સહિત વિવિધ વાવેતરની ફિલ્ડ વિઝીટ પણ કરાવવામાં આવી હતી, જ્યારે અન્ય દેશના અધિકારીઓએ પણ પોતાના દેશમાં આ પ્રકારે ઓછા પાણી અને ઓછી માટીથી સફળ અને સારી ખેતી કરશે તેવું વ્યક્ત કર્યું હતું.

Next Story