/connect-gujarat/media/media_files/2025/04/18/n9gpX6AxbSByiAh734z3.jpg)
ગુજરાતભરમાં એક તરફ કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આજે શુક્રવારે 18 એપ્રિલ, 2025 કચ્છ અને રાજકોટ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં આગામી 7 દિવસ ગરમી અને ભારે પવનને લઈને આગાહી કરી છે. જેમાં શનિવાર અને રવિવારે કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 24 જિલ્લામાં ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાવવાની આગાહી કરી છે. અને રાજ્યભરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં આગામી 24 કલાક બાદ 2 દિવસમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે.
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે, ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. જેમાં 19-20 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, અરવલ્લી જિલ્લાના ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાશે.