Connect Gujarat
ગુજરાત

ગુજરાતની No. 1 ભેંશ... : એક દિવસમાં સૌથી વધુ દૂધ આપતી અમરેલીની ભગરી ભેંશ…

ગુજરાત રાજ્યની સૌથી કદાવર અને સૌથી વધારે દૂધ આપતી ભેંસ... ભેંસનું નામ પણ ભગરી

X

ગુજરાતની હજારો ભેંશોમાં અવ્વલ આવી લીલીયાની ભેંશ

ભગરી ભેંશ એક દિવસમાં આપે છે 36 લીટર જેટલું દૂધ

રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા એવોર્ડ એનાયત કરાયો

પશુ-પ્રાણીઓમાં સૌથી કદાવર ગજરાજ હાથીની ગણના થાય છે. પણ ગજરાજ હાથી જેવી જ એક ભગરી ભેંશ જે ગુજરાતની હજારો ભેંશોમાં અવ્વલ આવીને પારિતોષિક જીત્યું હોયને એક દિવસમાં 36 લીટર દૂધ આપે તેવું અમરેલી જિલ્લાના લીલીયામાં પશુપાલકે સાબિત કરીને પશુપાલન વિભાગ દ્વારા એવોર્ડ એનાયત થયો છે, ત્યારે કેવી છે આ ભગરી ભેંશ અને ભેંસની આટલી વિશેષતા કેમ..! જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં...

આ છે ગુજરાત રાજ્યની સૌથી કદાવર અને સૌથી વધારે દૂધ આપતી ભેંશ... ભેંસનું નામ પણ ભગરી રાખ્યું છે, અને આ ભગરી ભેંસની ખાસ વિશેષતા એ છે કે, તે બારેમાસ રોજનું 36 લીટર જેટલું દૂધ આપે છે. જાણે એક કદાવર ગજરાજ હાથી હોય તેવી ઊંચાઈ અને એવી જ કાળી ભમ્મર ભગરી ભેંસના માલિક છે અમરેલી જિલ્લાના લીલીયાના કિશન ધામત... ભગરી ભેંશ પણ ભગરી ભેંશ છે. રોજનું 700થી 800 રૂપિયાનું જમણવાર કરતી ભગરી ભેંસ લીલો ઘાસચારો, સુકો ઘાસચારો, પાપડી અને ગોળ આરોગી રોજનું 36 લીટર દૂધ આપે છે.

રાજ્યકક્ષાના પશુ પાલન સ્પર્ધામાં આ ભગરી ભેંશએ મેદાન માર્યું હતું, અને ભેંશની રહેણીકરણી પણ પોતાના એક પરિવારના સભ્ય જેમ કરતા કિશન ધામત કરી રહ્યા છે. આ ભેંશની કિંમત પણ એક બે લાખ નહીં, પણ રાજકોટ પશુપાલન વિભાગ દ્વારા રૂ. 18 લાખમાં માંગવા છતાં પશુપાલક કિશન ધામતે આ ભગરી ભેંસને વેચી નહીં હોવાનું પશુપાલક જણાવી રહ્યા છે.

સામાન્ય રીતે એક ભેંશ રોજનું બે ટાઈમે 15-16લીટર દૂધ આપતી હોય છે, પણ આ ભેંશ તો 36 લીટર દૂધ આપે છે, અન્ય ભેંશ કરતા આ ભગરી ભેંશ દેખાવે જોઈએ. તો જાણે એક કદાવર ગજરાજ હાથી હોય તેવો ઘાટ ભેંશનો છે, અને એટલે જ રાજ્યભરની સ્પર્ધામાં આ ભગરી ભેંશ એ મેદાન મારીને લીલીયાનું નામ રાજ્યભરમાં મોખરે કર્યું છે.

Next Story