ગુજરાતનું ગૌરવ: વિમેન્સ આઈપીએલ હરાજીમાં જામનગરના બે મહિલા ખેલાડીને મળ્યું સ્થાન

વિમેન્સ આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરી મુંબઈમાં યોજાશે. કુલ 409 ખેલાડી ઉપર 90 સ્થાન માટે બોલી લાગશે.

ગુજરાતનું ગૌરવ: વિમેન્સ આઈપીએલ હરાજીમાં જામનગરના બે મહિલા ખેલાડીને મળ્યું સ્થાન
New Update

વિમેન્સ આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરી મુંબઈમાં યોજાશે. કુલ 409 ખેલાડી ઉપર 90 સ્થાન માટે બોલી લાગશે. આ ટૂર્નામેન્ટમાં ભારત સહિત દુનિયાભરના ખેલાડીઓ સામેલ છે. લીગના તમામ 22 મેચ 4થી 26 માર્ચ સુધી મુંબઈમાં રમાશે. સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને જામનગર માટે ગૌરવ લેવાની બાબત એ છે કે આ હરાજીમાં જામનગરના બે મહિલા ખેલાડી જયશ્રી જાડેજા (બેટર) અને નેહા ચાવડા (ઑલરાઉન્ડર)ને સ્થાન મળ્યું છે.ટૂર્નામેન્ટમાં સામેલ થનાર તમામ ખેલાડીઓનું લિસ્ટ ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરી દેવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા છે.

24 ખેલાડીઓએ આ બેઝ પ્રાઈઝ માટે પોતાનું નામ રજિસ્ટર કરાવવું છે મતલબ કે તેમની હરાજી 50 લાખ રૂપિયાથી શરૂ થશે.10 ભારતીય ખેલાડીઓ આ બેઝ પ્રાઈઝ માં સામેલ છે તો 14 વિદેશી ખેલાડીઓ એવા છે જેમણે પોતાની કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે.ભારતીય ખેલાડીઓમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તી શર્મા, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્જ, શૈફાલી વર્મા, પૂજા વસ્ત્રાકર, ઋચા ઘોષ, સ્નેહ રાણા અને મેઘના સિંહ એવા ખેલાડી છે જેમણે પોતાની મૂળ કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનર, એલિસ પેરી, મેગ લર્નિંગ, એલિસા હીલી, જેસ જોનસેન, ડાર્સી બ્રાઉન, ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન, નેટ સાઈબર-બ્રન્ટ, ડૈની વ્યાટ, કૈથરીન સાયવર-બ્રન્ટ, ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈન, આફ્રિકાની સિનાલ જાફ્તા, વિન્ડિઝની ડિયાન્ડ્રા ડોટિન અને ઝીમ્બાબ્વેની લોરીન ફિરી એવા ખેલાડી છે જેમણે પોતાની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા નક્કી કરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #cricket #Jamnagar #selected #Women Cricketer #Two women players #Women's IPL auction
Here are a few more articles:
Read the Next Article