Connect Gujarat
ગુજરાત

ગુજરાતની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં, તૈયારીઓને અંતિમ ઓપ...

આગામી અષાઢી બીજ એટલે તા. 20 જૂનના રોજ દેશની ત્રીજા અને રાજ્યની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે

X

ગુજરાત રાજ્યની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર ખાતે યોજાય છે, ત્યારે 18 કિમીના નિયત માર્ગ પર 38મી રથયાત્રાની તડામાર તૈયારીઓ અંગે રથયાત્રા સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાય હતી.

ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજ એટલે તા. 20 જૂનના રોજ દેશની ત્રીજા અને રાજ્યની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ભાવનગર શહેરમાં 18 કિમીના નિયત માર્ગ પર 38મી રથયાત્રા નીકળશે, જેની તડામાર તૈયારીઓ અને રથયાત્રા અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાય હતી. રથયાત્રા આયોજક સમિતિના સભ્યો દ્વારા આગામી રથયાત્રા અંગે માહિતી આપતા કહ્યું કે, આગામી 20 તારીખે સવારે મહારાજા અને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે છેડાપોરા અને પહિંદ વિધિ બાદ સવારે 8 કલાકે રથયાત્રાનું પ્રસ્થાન થશે. સવારે 8 વાગ્યાથી સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવના મંદિરેથી પ્રસ્થાન થઇ મહિલા કોલેજ, ભરતનગર, સિંધુ કેમ્પ, સંસ્કાર મંડળ, કાળાનાળા જેલરોડ, અનંત વાડી, નિલમબાગ ચોક થઇ વિવિધ વિસ્તારોમાં થઈ રથયાત્રા ધર્મસભાના રૂપમાં પરિવર્તિત થશે. એટલું જ નહીં, રથયાત્રાની સાથે સાથે વિવિધ ટેબલા અને હાથી, મંડળીઓ સહિત ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે.

Next Story