લાઠીના સેવાભાવી અગ્રણીનું ઉપવાસ આંદોલન
અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું
લોકોને પડતી હાલાકીઓને વાચા આપવા માટે પ્રયાસ
રસ્તા સહિતની અસુવિધાઓથી ત્રસ્ત પ્રજા માટે ઉપવાસ
તંત્રને ઉંઘમાંથી જગાડવા માટે જાગૃત નાગરિકનો પ્રયાસ
અમરેલી જિલ્લાના લાઠીના સેવાભાવી અગ્રણીએ અનોખી રીતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે,જેમાં તેઓએ જનસમાજને પડતી મુશ્કેલીઓ અંગે તંત્રને ઉંઘમાંથી જગાડવા માટે અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ પર બેઠા છે.
અમરેલી જિલ્લામાં રસ્તા સહિતની સુવિધાઓ ખોરંભે ચડતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.જ્યારે રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે તંત્રને રજૂઆત બાદ પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી,ત્યારે પ્રજાને પડી રહેલી હાલાકીની જાણકારી તંત્રના બહેરા કાને સંભળાય તે માટે લાઠીના સેવાભાવી અગ્રણી રજનીકાંત રાજ્યગુરુ નગરપાલિકા સામે અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ પર બેઠા છે.અને તંત્રની બેદરકારીને કારણે લોકોને પડી રહેલી હાલાકી વહેલામાં વહેલી તકે દૂર કરવા માટેની માંગ કરી રહ્યા છે.