Connect Gujarat
ગુજરાત

હળવદ : ક્રિકેટ રમતા-રમતા વધુ એક મોત: હ્રદયરોગનો હુમલો આવતા 32 વર્ષીય ગ્રામ સેવકનું ચાલુ મેચે મોત

આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જ બિમારી ન હોય તેમ છતાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે.

હળવદ : ક્રિકેટ રમતા-રમતા વધુ એક મોત: હ્રદયરોગનો હુમલો આવતા 32 વર્ષીય ગ્રામ સેવકનું ચાલુ મેચે મોત
X

આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જ બિમારી ન હોય તેમ છતાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. ચિંતા વાત તો એ છે કે રમત રમતા યુવાનો હ્રદયરોગના હુમલાના શિકાર બની રહ્યા છે. ત્યારે આજે ફરી એક આવો જ બનાવ સામે આવ્યો છે. ક્રિકેટ રમતા રમતા વધુ એક યુવકનું મોત નીપજ્યું છે.

લજાઈ ખાતે ક્રિકેટ રમતા રમતા હળવદના 32 વર્ષીય ગ્રામ સેવક અશોક કણઝરીયાનું દુઃખદ અવસાન થયું છે. આપને જણાવી દઈએ કે, આગામી 25થી 31 માર્ચ દરમિયાન જિલ્લા પંચાયતની ક્રિકેટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે, જે માટે લજાઈ ખાતે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. લજાઈ ખાતે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ દરમિયાન હળવદના ગ્રામ સેવક અશોક કણઝરીયાને અચાનક ઉલટી થતાં તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા અને મોત પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. 32 વર્ષીય ગ્રામ સેવકનું અચાનક મૃત્યુ થતાં પરિવારની માથે શોકનું મોજુ ફરી વળ્યું છે. 4 વર્ષના સંતાને પિતાની છત્ર પણ છાયા ગુમાવી છે.

Next Story