New Update
/connect-gujarat/media/post_banners/480049b1e7c2f79b51682927fbb2d3edc443d374524797b0ac6f3edc6cc2892d.jpg)
પાટણ જિલ્લાના ચાણસ્માના કંબોઇ પાસે ઇકો ગાડીનું ટાયર ફાટકા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અન્ય પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાંતલપુરના અબિયાના ગામનો પરિવાર અમદાવાદ ખાતે પુત્રના લગ્ન લખીને પરત આવી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઇ છે. બે દિવસ પછી જ પુત્રના લગ્ન હતા.
ચાણસ્માના કબોઈ પાસે ઇકો ગાડીનું ટાયર ફાટતા ગાડી પલટી મારી સાઇટમાં પડી હતી. જેમાં ભીખાભાઈ નાઈ, સોમાભાઈ નાઈ અને 7 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.