અમરેલીમાં તારાજી..! : વડીયામાં વરસેલા ભારે વરસાદના કારણે પાકને મોટું નુકશાન, બગસરામાં વીજળી ત્રાટકતા વીજ ઉપકરણો ફૂંકાયા...

વડીયાના ઢુઢીયા-પીપરીયા ગામે ભારે વરસાદના કારણે પાણી આવતા ખેતરો ઘોવાયા હતા. જેના કારણે મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકમાં ભારે નુકસાન થયું..

New Update
  • તા. 14થી 20 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

  • વડીયા અને બગસરા પંથકમાં વરસ્યો હતો વરસાદ

  • ભારે વરસાદના કારણે ઠેર ઠેર થયું છે મોટું નુકશાન

  • વડીયામાં ભારે વરસાદના કારણે પાકને મોટું નુકશાન

  • બગસરામાં વીજળી ત્રાટકતા વીજ ઉપકરણો ફૂંકાયા

હવામાન વિભાગે રાજ્યમાં તા. 14થી 20 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છેત્યારે અમરેલી જિલ્લાના વડીયા અને બગસરા પંથકમાં વરસેલા ભારે વરસાદે તારાજી સર્જી છે.

ગુજરાત પર હાલમાં 4 સિસ્ટમ સક્રિય છેઅને હજુ 5મી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર હજુ વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છેત્યારે વડીયા તાલુકાના ઢુઢીયા-પીપરીયા ગામે વરસાદે તારાજી સર્જી દીધી છે. ગઇકાલે રાત્રે ભારે વરસાદના કારણે પાણી આવતા ખેતરો ઘોવાયા હતા. જેના કારણે મગફળીસોયાબીનકપાસ સહિતના પાકમાં ભારે નુકસાન થયું હતું. તો બીજી તરફમગફળીના પાથરા તણાઈને પાણીમાં વહી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છેજ્યારે ઢુઢીયા-પીપરીયા ભારે વરસાદથી પાળા ઘોવાય જતાં મોટા નુકશાનીનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે.

તો બીજી તરફઅમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામે ભારે વરસાદ વચ્ચે વીજળી ખાબકી હતી. ગઈકાલે રાત્રે વરસેલા વરસાદ સાથે વીજળી પડતાં મકાનને મોટું નુકશાન થયું છે. એટલું જ નહીંઆસપાસના 2થી 3 મકાનને પણ નુકશાન પહોચ્યું હતું. વીજળી પડતાં અગાસીમાં લગાવેલ સોલર પેનલ સહિત ધાબામાં તિરાડો પડી છેજ્યારે કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકારણો બળી ગયા છે. રાત્રે ખાબકેલ વીજળીથી થયેલા નુકશાની અંગેના વિડીયો પણ સામે આવ્યા છેત્યારે વીજળીના કારણે થયેલ નુકશાની સામે વળતર મળે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

Latest Stories