દાહોદમાં મહિલા અત્યાચાર મુદ્દે હાઈકોર્ટે કરી મોટી કાર્યવાહી,સુઓમોટો દાખલ કરીને સરકાર પાસે માંગ્યો એક્શન ટેકન રિપોર્ટ

ઢાલસીમળ ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોએ અર્ધ નગ્ન કરી આખા ગામમાં ફેરવવામાં આવી હતી.એક પરિણીતા તેના પ્રેમીના ઘરે મળવા ગઈ હતી, જેની જાણ તેના પરિવારના લોકોને થતા પહેલાતો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવી હતી

New Update
  • મહિલા અત્યાચારનો મામલો

  • મહિલા સાથે કર્યો હતો દુર્વ્યવહાર

  • હાઇકોર્ટ દ્વારા કરાય મોટી કાર્યવાહી

  • સુઓમોટો દાખલ કરીને સરકાર પાસે માંગ્યો જવાબ

  • સરકાર હાઇકોર્ટમાં રજૂ કરશે કાર્યવાહીનો અહેવાલ 

Advertisment

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં એક મહિલાને લોકોએ અર્ધ નગ્ન કરીને આખા ગામમાં ફેરવી હતી,જે ઘટનામાં પોલીસે 15 લોકો સામે કાર્યવાહી કરીને 12 આરોપીઓની ધરપકડ કરી હતી.જે ઘટનામાં હાઇકોર્ટ સુઓમોટો અરજી દાખલ કરીને સરકાર પાસે કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોએ અર્ધ નગ્ન કરી આખા ગામમાં ફેરવવામાં આવી હતી.એક પરિણીતા તેના પ્રેમીના ઘરે મળવા ગઈ હતીજેની જાણ તેના પરિવારના લોકોને થતા પહેલાતો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવી હતીત્યારબાદ તેને અર્ધનગ્ન હાલતમાં સાંકળથી બાઈક સાથે બાંધી આખા ગામમાં ફેરવવામાં આવી હતી.જેનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

ઘટનામાં પોલીસ દ્વારા 15 શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધર્યા બાદ આ મામલે 12 લોકોની ધરપકડ કરી હતી. આ મામલે હવે હાઇકોર્ટ સુઓમોટો અરજી લીધી છે.આ ઘટના મુદ્દે રાજ્યના ગૃહ વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ દાહોદ DSP એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટ સામે રજૂ કરશે.

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની બેન્ચ દ્વારા આ અરજી રિફર કરાઈ હતી.12 ફેબ્રુઆરીએ આ વિશે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.જેમાં એક્શન ટેકન રિપોર્ટમાં રાજ્ય સરકાર જવાબ આપશે.

Latest Stories