હિંમતનગર : સ્પાઉસ ક્લબ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ....

રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે.

હિંમતનગર : સ્પાઉસ ક્લબ દ્વારા માનસિક દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ....
New Update

રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ગણતરીના દિવસ બાકી છે. ત્યારે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં સ્પાઉસ ક્લબ દ્વારા દિવ્યાંગો બાળકોને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે. ત્યારે હિંમતનગર શહેરના મોતીપુરા પાસે આવેલી માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં રક્ષાબંધન પર્વને લઈને સ્પાઉસ ક્લબ IMA બહેનોએ એકત્રિત થઈને માનસિક દિવ્યાંગ બહેનોએ બનાવેલી રાખડીઓ ખરીદી તે સંસ્થાના બાળકોને રાખડી બાંધીને પર્વની ઉજવણી કરી હતી. માનસિક દિવ્યાંગ દીકરીઓને રાખડીઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી અને દિવ્યાંગ દીકરીઓ બજારમાં વેચાતી રાખડીઓની જેમ જ રાખડીઓ બનાવતી હતી. આ બનાવેલી રાખડીઓ બજારમાં વેચાણ માટે મુકવામાં આવે છે. આ દિવ્યાંગ બાળકીઓ બનાવેલી રાખડીને સ્પાઉસ ક્લબ IMAની બહેનોએ ખરીદી કરીને તે સંસ્થામાં માનસિક દિવ્યાંગ બાળકોને રાખડી બાંધવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બહેનોએ માનસિંગ દિવ્યાંગ બાળકોને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવીને રાખડી બાંધી હતી.


#Gujarat #Himmatnagar #Festival #Mentally challenged children #Rakshabandhan #rakhi #Spouses club
Here are a few more articles:
Read the Next Article