ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસ ગુજરાતના પ્રવાસે, 4 ઝોનમાં કરશે બેઠક...

રાજ્યમાં ચૂંટણીના પડઘમ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. અમિત શાહ દિવાળી અને નવું વર્ષ કાર્યકરો સાથે મનાવશે.

ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસ ગુજરાતના પ્રવાસે, 4 ઝોનમાં કરશે બેઠક...
New Update

રાજ્યમાં ચૂંટણીના પડઘમ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. અમિત શાહ દિવાળી અને નવું વર્ષ કાર્યકરો સાથે મનાવશે. 4 ઝોનમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે અમિત શાહ મુલાકાત કરશે. ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઉત્તર ગુજરાતની બેઠક પાલનપુર, મધ્ય ગુજરાતની બેઠક વડોદરા, સૌરાષ્ટ્રની બેઠક સોમનાથ અને દક્ષિણ ગુજરાતની બેઠકો વલસાડમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે. રાજ્યમાં ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસ અને AAP એડીચોટી સુધીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત આગામી 27-28 અને 29મીએ નિરીક્ષકોને રાજ્યની દરેક વિધાનસભામાં મુકાશે ભાજપ પોતાના નિરીક્ષકોને આગામી 3 દિવસ દિવસ સુધી દરેક વિધાનસભામાં મોકલશે. આગામી તારીખ 27-28 અને 29મીએ ભાજપના દરેક નિરીક્ષકો વિધાનસભાના પ્રવાસે જશે. આ નિરીક્ષકો તાલુકા-જિલ્લા-નગરપાલિકા હોદ્દેદારો સાથે બેઠક કરશે. ચૂંટણીમાં જે લોકો ઉમેદવારી માટે તત્પરતા દાખવી રહ્યાં છે. તેવા નામ મેળવશે. જે લોકો ઉમેદવારી માટે ઈચ્છુક છે, તેઓની આ નિરીક્ષકો વાત સાંભળશે. જે નામ વિધાનસભા વાઈઝ આવશે તેને પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Home Minister #Amit Shah #election #visit Gujarat
Here are a few more articles:
Read the Next Article