જુલાઈના અંત સુધી કેવું રહેશે ચોમાસું? જાણો અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12મી સુધી અને જુલાઈના અંતમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

New Update
ambalaal

ગુજરાતમાં હાલ ચોમાસામાં શ્રીકાર વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12મી તારીખ સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે તેમણે જુલાઈના અંતમાં પણ ભારે પવન સાથે વરસાદ લાવે તેવી સિસ્ટમ બનવાનું જણાવ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી આગાહીમાં જણાવ્યુ છે કે, પાંચમી જુલાઈના રોજ વરસાદનું જોર રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં મોટું વહન બને છે. નવાઈની વાત એમ છે કે, મોન્સૂન ટ્રફ ઉપર નીચે ઉપર નીચે થયા કરે છે. તારીખ 5 કે 6થી 12 સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી. આ વખતનું ચોમાસું બધે સરખું નથી.

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, પાંચમી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું નથી. 16 તારીખ સુધી ચોમાસું સારું રહેશે. જે બાદ 17 અને 18મી તારીખે ચોમાસાનું જોર ઘટી શકે છે. જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે. આ સિસ્ટમને કારણે પુન વરસાદની શક્યતા રહેશે. જુલાઈના છેલ્લા સપ્તાહમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે.

ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આ વખતે ખેતરમાં પાણીની વિરુદ્ધ દિશામાં ચાસ વાવવામાં આવે તો તેમનું ખાતર તણાય ન જાય. આ સાથે ખેતરમાં પાણીની નિકાલ વ્યવસ્થા કરવાની વધારે જરૂર રહેશે.

ગુજરાતના હવામાન વિભાગે હવામાનની આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાત રિજનમાં 5થી 7 જૂન સુધી કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે, જ્યારે 8થી 10 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં 5થી 10 તારીખ સુધી ભારે વરસાદની શક્યતાઓ છે.

આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં થંડરસ્ટોર્મની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે હવામાન વિભાગે માછીમારો માટે ચેતવણી આપી છે, જેમાં ગુજરાતના ઉત્તર અને દક્ષિણ બન્ને દરિયાકાંઠાના ભાગો માટે વોર્નિંગ આપવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર અને ઝાટકાનો પવન 60 કિલોમીટર સુધી જવાની સંભાવનાઓ છે.

Gujarat | Monsoon | Ambalal Patel