ભાવનગર : મહુવા તાલુકાના ધરાઇ ગામની સીમમાં અવાવરૂ કુવામાંથી માનવ કંકાલ મળ્યા, લોકોમાં ફફળાટ વ્યાપ્યો

મહુવાના ધરાઇમાંથી ચોંકાવાનારી ઘટના સામે આવી અવાવરૂ કુવામાંથી માનવ કંકાલ મળી આવ્યા

New Update
ભાવનગર : મહુવા તાલુકાના ધરાઇ ગામની સીમમાં અવાવરૂ કુવામાંથી માનવ કંકાલ મળ્યા, લોકોમાં ફફળાટ વ્યાપ્યો

મહુવાના ધરાઇ ગામની સીમના કુવામાંથી વાડી માલિક ગાળ કઢાવી રહ્યા હતા તે દરમિયાન શ્રમિકોને ગાળની સાથો સાથ કંકાલ હાથ લાગતાં બગદાણા પોલીસે કંકાલનો જપ્તો લઇ હાથ ધરેલી તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરના મહુવાના ધરાઇ ગામની સીમમાં આવેલા એક અવાવરૂ કુવામાંથી માનવ કંકાલ મળી આવતાં ભારે ચકચાર મચી જાવા પામી છે . ઘટનાની જાણ કરાતાં બગદાણા પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચી મળેલ કંકાલને તપાસર્થે ભાવનગરમાં રવાના કરવા સહિતની કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાના ધરાઈ ગામે રહેતા અને ગામની સીમમાં વાડી ધરાવતાં હસમુખભાઇ પડતાળા પોતાની વાડીના સીમાડે આવેલા અવાવરૂ કૂવામાં આગામી ચોમાસાને લઇને કામગીરી કરાવી રહ્યા હતાં. તે દરમિયાન કુવામાં શ્રમિકોને કામગીરી દરમિયાન માનવ કંકાલ મળી આવતાં ફફળાટ મચી ગયો હતો.

કંકાલ વિશે વાડી માલિક હસમુખભાઇને વાત કરતાં તેઓએ બગદાણા પોલીસ મથકે પહોંચી આ સમગ્ર બાબતથી વાકેફ કરતાં બગદાણા પોલીસના કાફલાએ ધરાઇ ગામે જઇ વર્ષો પુરાણા અને અવાવરૂ કુવામાંથી મળી આવેલા માનવ કંકાલને જપ્ત કરી તેને તપાસ અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે એફએસએલ સહિતના રીપોર્ટ મોકલાવી આપેલ કુવામાંથી માનવ કંકાલ મળી આવ્યાની ઘટનાના પગલે તેઓએ આગળની તપાસ હાથ ધરી છે.  

Latest Stories