ગીર સોમનાથ : ઉનાના ભેભા ગામમાં સંબંધો લોહીયાળ બન્યા,પત્ની પર પતિનો કુહાડીથી જીવલેણ હુમલો, પત્નીનું મોત

ગીર સોમનાથ  જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામમાં દંપતી વચ્ચેનો કંકાસ હત્યાની ઘટનામાં પરિણમ્યો હતો.જેમાં પત્નીને પતિએ કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી

New Update
  • ઉના તાલુકાના ભેભા ગામે પતિએ કરી પત્નીની હત્યા

  • દંપતી  વચ્ચેનો ખટરાગ બન્યો હત્યાનું કારણ

  • પારિવારિક કંકાસમાં પતિએ પત્ની પર કુહાડીના ઘા ઝીંક્યા

  •  સારવાર મળે ત્યાર પહેલા મહિલા મોતને ભેટી

  • પોલીસે હત્યારા પતિની  કરી ધરપકડ  

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામે પારિવારિક કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાખ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.ભેભા ગામના દેવસી બાંભણીયાએ પોતાની 34 વર્ષીય પત્ની લાખુબેન બાંભણીયા સાથે થયેલા ઝઘડામાં ગુસ્સે ભરાઈ કુહાડી વડે ગળાના ભાગે ઘા મારી દીધા હતા. તે સમયે લાખુબેન પોતાના ભાઈ સાથે મોબાઈલ પર વાત કરી રહ્યા હતા. ઝઘડા દરમિયાન ફોન કટ થઈ જતા ભાઈએ ફરી ફોન કર્યો હતો,ત્યારે દેવસીએ જણાવ્યું હતું કે તેણે લાખુબેનને કુહાડી મારી છે.

ઈજાગ્રસ્ત લાખુબેનને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાજ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં ઉના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો,અને આરોપી પતિ દેવસી બાંભણીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories