Connect Gujarat
ગુજરાત

"હું તારા વગર કઇ જ નહીં" : ગીર સોમનાથમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ, ગુજરાત સરકારનો મળ્યો સહયોગ...

ગુજરાત સરકારના સહયોગ તેમજ આપણી સંસ્કૃતિ જાળવવા બનતી ગુજરાતી ફિલ્મો માટે અપાતી સબસીડીના લીધે બોલીવુડને ટક્કર આપે છે

X

ગુજરાત સરકારના સહયોગ તેમજ આપણી સંસ્કૃતિ જાળવવા બનતી ગુજરાતી ફિલ્મો માટે અપાતી સબસીડીના લીધે બોલીવુડને ટક્કર આપે છે ગુજરાતી ફિલ્મો, અને આ ગુજરાતી ફિલ્મના શુટીંગ હવે ગીર પંથકના વિસ્તારમાં પણ થઈ રહ્યા છે.

ગુજરાતી ફિલ્મ એટલે નામ સાંભળતાની સાથે જ જુના ચલચિત્ર મગજમાં આવી જાય કે, પહેલાના સમયમાં ચાલતી ફિલ્મ હાલના યુગને ટક્કરના જ મારી શકે. પરંતુ હવે ગુજરાત સરકારના સહયોગ અને ફિલ્મ બનાવવા માટે મળતી મોટી સબસીડીના લીધે બોલીવુડ ફિલ્મોને પણ ટકકર મારે તેવી ગુજરાતી ફિલ્મો બની રહી છે. તેવી જ એક ફિલ્મનુ શુટીંગ ગીર વિસ્તારમાં હાલમાં પણ ચાલુ છે, જ્યાં કુદરતી સૌંદર્ય, ખળખળ વહેતી નદીઓ, બળદગાડા, ખેતરો, ઢોર-ઢાખર, ગામડાના લોકો, જૂનો પહેરવેશ, તળપદી ભાષા, રાસ-ગરબાની રમઝટ આ સહીતની વસ્તુઓને આવરી લઈ સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટેના પ્રયાસો સાથે ગુજરાતી ફિલ્મનું શુટીંગ થઈ રહ્યુ છે. જેમા ગીરના ગામલોકોનો પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે.

જોકે, રાજ્ય સરકાર પણ આપણી સંસ્કૃતિને ઉજાગર કરનાર અને જાળવી રાખનાર ગુજરાતી ફિલ્મને આટલો સહયોગ આપતી હોય, ત્યારે ગીર પંથકના કૌશલ રાયપુરા પણ આગળ આવ્યા છે, અને કોઇપણ ગુજરાતી ફિલ્મના શુટીંગ માટે ગીરમાં કોઇપણ પ્રકારના સહકાર આપવાની તૈયારી બતાવી છે. વાત કરીએ તો આપણા રીવાજો, આપણી સંસ્કૃતિ અને વારસો જાળવવામાં લોકડાયરો અને લોક સાહિત્યકારની જેમ જ ગુજરાતી ફિલ્મનું પણ એટલુ જ મહત્વ રહેલુ છે, ત્યારે ગુજરાતી ફિલ્મ "હું તારા વગર કઇ જ નહીં" જે ફિલ્મ આજની યુવાપેઢીમાં વધતા જતા છુટાછેટા પર આધારીત છે. માટે જ મનોરંજન સાથે આપણી સંસ્કૃતિ કેમ જાળવવી તેના પર આધારીત આ ફિલ્મ છે.

Next Story