નવરાત્રીમાં કોઈ કનડગત કરે તો લગાવજો આ નંબર,પોલીસ ગણતરીના સમયમાં પહોચશે તમારી પાસે

આજથી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. કોરોના મહામારી બાદ આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે,

New Update
નવરાત્રીમાં કોઈ કનડગત કરે તો લગાવજો આ નંબર,પોલીસ ગણતરીના સમયમાં પહોચશે તમારી પાસે

આજથી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. કોરોના મહામારી બાદ આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈને ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નવરાત્રીના પર્વ માં મહિલાઓ સાથે છેડતીના વધુ બનાવો બનાતા હોય છે, ત્યારે છેડતીની ઘટનાઓને રોકવા માટે પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે.ગુજરાત પોલીસે ટ્વીટમાં લખ્યું છે કે, ગુજરાત પોલીસ મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. નવરાત્રીના તહેવાર દરમ્યાન કોઈપણ પ્રકારની છેડતી વિરુદ્ધ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને તાત્કાલિક મદદ મેળવો.

181 મોબાઈલ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો.આ સાથે જ ગુજરાત પોલીસે એક તસવીર પણ શેર કરી છે. જેમાં લખેલું છે કે, પોલીસ હંમેશા મહિલાઓની પડખે છે નવરાત્રીમાં ગરબા કરો નિશ્ચિત થઈને, કોઈ પણ છેડતી વિરુદ્ધ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને ફરિયાદ કરો અને તાત્કાલિક મદદ મેળવો. સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ એક્શન પ્લાન ઘડી દીધો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન રોમિયોને પકડવા માટે પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ કરશે. જે જગ્યાએ ગરબાનું આયોજન થઈ રહ્યું છે ત્યાં મહિલાઓની સુરક્ષાને લઈને તમામ પોલીસ સ્ટેશન ની અલગ અલગ શી ટીમ તૈનાત રહેશે. મહિલા પોલીસ પાર્ટી પ્લોટ પર ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગીરી કરનાર પર વોચ રાખશે. નવરાત્રીના તહેવાર માં ભીડ વચ્ચે કોઈ રોમિયો મહિલાઓની છેડતી કે ચેનચાળા કરતો જણાય તો તેને આ SHE ટીમ તરત જ ધરપકડ કરી જેલહવાલે કરે છે.

Latest Stories