Connect Gujarat
ગુજરાત

પેટમાં ગેસ કે અપચો હોય તો અપનાવો આ 5 માંથી એક દેશી ઉપચાર, 10 જ મિનિટમાં દર્દ ગાયબ

પેટમાં ગેસ અને અપચાની સમસ્યા ઘણી વાર થઈ જતી હોય છે. ઘણી વખત એવી વસ્તુઓ ખાવામાં આવે છે જે ઝડપથી પચતી નથી

પેટમાં ગેસ કે અપચો હોય તો અપનાવો આ 5 માંથી એક દેશી ઉપચાર, 10 જ મિનિટમાં દર્દ ગાયબ
X

પેટમાં ગેસ અને અપચાની સમસ્યા ઘણી વાર થઈ જતી હોય છે. ઘણી વખત એવી વસ્તુઓ ખાવામાં આવે છે જે ઝડપથી પચતી નથી અથવા તો શરીરને માફક નથી આવતી અને પેટ ફૂલી જાય છે અથવા તો ગેસ ની તકલીફ થઈ જાય છે. ઘણી મહિલાઓને માસિક દરમિયાન પણ ગેસ ની સમસ્યા રહેતી હોય છે. આવી પરિસ્થિતિમાં ગેસ અને અપચાને દૂર કરવા માટે દવાઓ લેવામાં આવે છે. પરંતુ ઘરના રસોડામાં જ રહેલી કેટલીક વસ્તુઓથી તમે કુદરતી રીતે ગેસ અને અપચાની તકલીફની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

ગેસની સમસ્યામાં રાહત આપતા રામબાણ નુસખા

વરિયાળી : ગેસની તકલીફથી વરિયાળી રાહત અપાવી શકે છે. તેમાં એવા તત્વો આવેલા હોય છે જે ગેસની સમસ્યામાં રાહત અપાવે છે. જમ્યા પછી વરિયાળી ચાવીને ખાવાથી ભોજન પચે છે અને ડાઇજેસન સારું થાય છે. જો એસિડિટીની તકલીફ રહેતી હોય તો સાકર અને વરિયાળી સાથે ખાવી.

અજમો : પેટમાં ગેસ કે અપચાની તકલીફ હોય તો અજમો ખૂજ જ ઉપયોગી છે. અજમાની અંદર પાચનના ગુણ હોય છે. એક ચમચી અજમો એક ચમચી હિંગ સાથે લેવાથી ગેસ ની સમસ્યા મટે છે.

દહીં : દહીં ની અંદર પ્રોબાયોટીક્સ હોય છે. જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેની મદદથી ગેસ અને અપચાની સમસ્યામાં રાહત મળે છે. ગેસ અથવા તો અપચાની તકલીફ હોય તો દહીં અથવા છાસમાં સંચળ ઉમેરીને તેનું સેવન કરવાથી પણ ગેસ અને અપચાની સમસ્યાથી રાહત મળે છે.

ફૂદીનો : ફૂદીનો પાચન તંત્ર ને મજબૂત બનાવે છે અને ગેસની તકલીફથી આરામ આપે છે. તણા ડાઈજેસ્ટીવના ગુણ પાચનને સરળ બનાવે છે. તેની મદદથી ગેસ, પેટનો દુખાવો અને અપચા જેવી સમસ્યાથી રાહત મળે છે. તમે ફુદીના નો રસ પી શકો છો અથવા તેનું ચૂરણ બનાવીને પણ ખાઈ શકો છો.

હિંગ : હિંગ પણ અપચાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો પેટ ફૂલી ગયું હોઇ તો એક ચપટી હિંગમાં થોડું સંચળ અને થોડો લીંબુનો રસ ઉમેરી હૂંફાળા પાણી સાથે પી જવું. તેમાં રહેલ એક્ટિવ એંઝાઇમ ગેસને તુરંત જ દૂર કરે છે.

Next Story