કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો, પોલીસે 120 કરોડનું કોકેઈન કર્યું જપ્ત

કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈને આવેલા ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અને વધુ એકવાર ગાંધીધામના ખારી રોહર પાસેથી 11 કિલો ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યા

kachchh
New Update

કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગાંધીધામના ખારી રોહર પાસેના નિર્જન વિસ્તારમાંથી એક સાથે ડ્રગ્સના 12 પેકેટ મળી આવ્યા હતા.દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવેલા ડ્રગ્સનું વજન 11 કિલોગ્રામ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂપિયા 120 કરોડ આંકવામાં આવી રહી છે. 

કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈને આવેલા ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અને વધુ એકવાર ગાંધીધામના ખારી રોહર પાસેથી 11 કિલો ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. આ મામલે કચ્છ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#MD Drugs #MD ડ્રગ્સ #ડ્રગ્સનો કાળો કારોબાર #Gandhidham News #એમડીડ્રગ્સ
Here are a few more articles:
Read the Next Article