રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય; હવેથી આ પ્રમાણપત્ર ત્રણ વર્ષ સુધી રહેશે માન્ય
મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે સરકારી યોજનાનો ભાલ લેવા માટે દેખાડવુ પડતુ આવકના પ્રમાણપત્રને ત્રણ વર્ષ માન્ય ગણવાનો નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે સરકારી યોજનાનો ભાલ લેવા માટે દેખાડવુ પડતુ આવકના પ્રમાણપત્રને ત્રણ વર્ષ માન્ય ગણવાનો નિર્ણય કર્યો છે. સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થીએ ગ્રામીણકક્ષાએ ઈગ્રામ વિશ્વગ્રામ કેંદ્ર પર તલાટી કમ મંત્રી પાસેથી દર વર્ષે આવકનું પ્રમાણપત્ર કઢાવવુ પડે છે. જેને લીધે લોકોને દર વર્ષે હાલાકીનો સામનો કરવો પડે છે. તેથી હવે ઈ ગ્રામ વિશ્વ ગ્રામ કેંદ્ર પરથી અપાતા આવકના પ્રમાણપત્રની સમય મર્યાદા એકને બદલે ત્રણ વર્ષ કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રીના આ નિર્ણયથી લોકોને હવે દર વર્ષે એકની એક પ્રક્રિયામાંથી પસાર નહીં થવુ પડે. રાજ્ય સરકારના આ નિર્ણય સંબંધે પંચાયત વિભાગે જરૂરી આદેશ બહાર પાડ્યો છે.
ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,712 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. ગઈકાલે 2,32,464 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 158 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 154 નાગરિકો સ્ટેબલ છે. 8,15,712 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, ગઈકાલે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. સુરત કોર્પોરેશનમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 2, ખેડા 2, વલસાડ 2, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1, તાપી 1, વડોદરા કોર્પોરેશન 1 કેસ નોંધાયો હતો.
રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2693 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 27506 નાગરિકોને રસીનો પ્રથમ અને 33397 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 79443 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 80416 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. ગઈકાલે 2,23,464 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,12,16,916 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
ઉનાળુ વેકેશન રેલવે હાઉસફૂલ, પ્રતિદિવસ 1 લાખ યાત્રિકો ઉમટયા
19 May 2022 11:41 AM GMTવડોદરા : ઘનશ્યામ મહારાજ મંદિરના 18મા પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી...
19 May 2022 11:29 AM GMTઅંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ...
19 May 2022 11:21 AM GMTભરૂચ:દહેજની ભારત રસાયણ કંપનીના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ 2 કામદારોના...
19 May 2022 11:06 AM GMTભરૂચ જિલ્લા અંધજન મંડળનું ઉત્તમ કાર્ય, પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી માટે...
19 May 2022 10:41 AM GMT