Connect Gujarat
ગુજરાત

પાટીદાર આંદોલનમાં હાર્દિકને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા

ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. જે બાદ હાર્દિક પટેલની સામે કેસ નોંધાયો હતો.

પાટીદાર આંદોલનમાં હાર્દિકને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા
X

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ મામલે હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. ભાજપના ધારાસભ્યના સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રમખાણો, હિંસા અને આગચાંપીના કેસમાં સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલના નિયમિત જામીન મજૂર કર્યા છે. મહત્વનું છે કે, આ કેસમાં અગાઉ સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને વચગાળાના જામીન આપ્યા હતા.

સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં હાર્દિક પટેલને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું. ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. જે બાદ હાર્દિક પટેલની સામે કેસ નોંધાયો હતો. હાર્દિક પટેલને શરૂઆતમાં મહેસાણાની નીચલી અદાલતે દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ હાર્દિક પટેલે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે આ સજા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક પટેલે તેમની સજાને સ્થગિત કરવા માટે અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે આ હાર્દિક પટેલની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.

Next Story