સાબરકાંઠા : સાબરડેરી ખાતે ખાસ સાધારણ સભામાં 602 કરોડ રૂપિયા ભાવફેર પેટે ચુકવવાની જાહેરાત થી પશુપાલકોમાં ખુશી

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરી ખાતે આજે ખાસ સાધારણ સભા યોજાઈ હતી

sbr dariy
New Update

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરી ખાતે આજે ખાસ સાધારણ સભા યોજાઈ હતી. સાબરડેરી દ્વારા 602 કરોડ રૂપિયા ભાવફેર પેટે બંને જિલ્લાના પશુપાલકોને ચુકવવાની જાહેરાત કરી હતી.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સાબરડેરી સાથે સાડા ત્રણ લાખ પશુપાલકો સંકળાયેલા છે. સાબરડેરી વર્ષો વર્ષની જેમ દર વર્ષે વાર્ષિક ભાવ ફેર ચૂકવતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાયા બાદ સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ  ન થવાના કારણે ભાવફેર ચૂકવવામાં મોડુ થયું હતું. સાબરડેરીના એમડી દ્વારા કાયદાકીય સલાહ લીધા બાદ પ્રથમ તબક્કાનું 258 કરોડ રૂપિયા જેટલું ભાવફેર ચૂકવવાની  જાહેરાત કરી હતી.સાબરડેરી દ્વારા ખાસ સાધારણ સભા યોજવાનું નક્કી કર્યું હતું અને આજે સાબરડેરીના ઓડિટોરિયમ હોલ ખાતે ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી.
જેમાં વર્ષ દરમિયાન સાબરડેરી દ્વારા થયેલા ટર્ન ઓવરના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા.અને ત્યારબાદ સાબરડેરી દ્વારા પશુપાલકોને 602 કરોડ રૂપિયા જેટલો વાર્ષિક ભાવ ફેર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સાબરડેરી દ્વારા 258 કરોડ રૂપિયા અગાઉ ચૂકવી દેવામાં આવ્યા હતા અને બીજો હપ્તો એટલે કે 344 કરોડ રૂપિયા આગામી ત્રણ તારીખના રોજ પશુપાલકોને ચુકવવાની જાહેરાત કરી હતી.

#Gujarat #Sabarkantha #Sabar Dairy #CGNews
Here are a few more articles:
Read the Next Article