PM નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણી કરાય
GSTTA દ્વારા કરાયું ટેબલ ટેનિસની પ્રવૃત્તિનું આયોજન
રાજ્યના 74 ટેબલ ટેનિસ કેન્દ્રો પર ખેલાડીઓ જોડાયા
એક સાથે ટેબલ ટેનિસ રમતની પ્રવૃત્તિઓનું આયોજન
વિવિધ સ્લોગનો સાથે ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરના 74 કેન્દ્રોમાં ટેબલ ટેનિસ પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે મળીને રમત પ્રત્યે જાગૃતિ ફેલાવવાના તેના પ્રયાસરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરના 74 કેન્દ્રોમાં ટેબલ ટેનિસ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતના ટોચના શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીધામથી માંડીને મોડાસા, રાજકોટ, ભાવનગર, ડીસા, નવસારી, ગણદેવી સહિત અન્ય શહેરોના ખેલાડીઓએ ખાસ ડીઝાઈન કરેલી ટી-શર્ટ કે, જેના પર ‘યુનાઈટેડ ફોર નેશન, યુનાઈટેડ ફોર ટેબલ ટેનિસ' સ્લોગનને પહેરી ટેબલ ટેનિસ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર જોડાયા હતા.