Connect Gujarat
ગુજરાત

અમરેલીમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ બાદ ઠેર ઠેર ભરાયા પાણી........

બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ થતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

X

અમરેલી જિલ્લાના બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ થતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ રોંદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના બાબરાના શિવાજી ચોક વિસ્તારમાં કાળુભાર નદીના પાણી ભરાયા હતા. બાબરાના ચમારડી, ચરખા, ઉંટવડ, પાનસડા, ગમા પીપળીયા, કુવરગઢ, વાવડી, વલારડી, દરેડ, કરીયાણા ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેથી શેરીઓમાં ગોઠણડૂબ વરસાદી પાણી ભરાયા હતા. ઊંટવડ ગામે 8 ઇંચ આસપાસનો વરસાદ વરસતા ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વહેલી સવારથી ભારે વરસાદના કારણે ગામની તમામ નદીઓ ભયજનક સપાટી પર વહેતી થઈ છે. બાબરા શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકો નાહવાની મજા માણતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમરેલીના લાઠીના શેખ પીપરીયા, જરખીયામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સવારે 3 થી 4 ઈંચ વરસાદ ખાબકતા ગામડાઓની અંદર રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.

Next Story