/connect-gujarat/media/post_banners/96badef1610bfa6caa95994eb50fbdba6766e7493be732d25739006c4ab80b28.jpg)
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના દેલોચ ગામે પોતાની બહેનના ત્યાં ભાઈબીજનો તહેવાર મનાવવા માટે આવેલા બે પિતરાઇ ભાઈઓ સહિત પોતાનો ભાણિયો ભાઈબીજના તહેવાર મનાવી પરત પોતાના વતન તરફ તૂફાન ગાડી લઇ નીકળ્યાં હતા. ત્યારે અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા મોરવા હડફના દેલોચ ગામ પાસે તૂફાન ગાડી 70 ફૂટ ઊંડા કુવામાં ખાબકતા ગાડી સહિત ગાડીમાં સવાર મામા અને ભાણીયો પાણીમાં ડૂબી જતાં મોતનો માતમ છવાયો હતો. બનાવની જાણ સ્થાનિક પોલીસ તંત્ર અને ગોધરાની ફાયર બ્રિગેડ ટીમને થતાં બન્ને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આખી રાત ભારે જહેમત બાદ તૂફાન ગાડી અને બે પિતરાઈ ભાઈ સહિત ભાણીયાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા.
મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના દેલોચ ગામે પોતાની વહાલ સોયી બહેનના ત્યાં દાહોદના લીંમડી ગામે રહેતા ખોખર અલ્કેશ કનુ અને ખોખર સુનિલ દિલીપ બંને પિતરાઈ ભાઈઓ ભાઈબીજનો તહેવાર મનાવવા માટે આવ્યાં હતા. આખો દિવસ આનંદ અને ઉલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી અને મોડી સાંજે બંને પિતરાઇ ભાઈઓ અલ્કેશ અને સુનિલ પોતાના ભાણીયા સાથે તૂફાન ગાડી લઇ મોરવા હડફના દેલોચ ગામથી લીમડી ગામે જવા નીકળ્યાં હતા. જ્યાં અચાનક તૂફાન ગાડી ઉપર કાબુ ગુમાવતા ગાડી 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતા આજુબાજુના લોકોના ઘટના સ્થળે ટોળાં ઉમટી પડ્યાં હતા.