સાબરકાંઠા પ્રાંતિજમાં મહિલાનું લોખંડની જાળીને અડી જતાં વીજ કરંટ લાગતા મોત

રામદ્વારા વિસ્તારમાં પતરાવાળા ઘરમાં 55 વર્ષીય સવિતાબેન અમરતજી મકવાણા કામ કરતા સમયે ઘર આગળની ઓસરીની લોખંડની જાળીએ અડકી જતા વીજ કરંટ લાગ્યો હતો.

New Update
મહિલાનું વીજ કરંટ લાગતા મોત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ગામ દ્વારા વિસ્તારમાં એક આધેડ મહિલાને કામ કરતા સમયે ઘરમાં લોખંડની જાળીએ અડતા વીજ કરંટ લાગ્યો હતો. જેને લઈને મહિલાને સરકારી દવાખાને ખસેડાયા હતાજ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાઅને આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે પહોંચી આગળની કાર્યાવહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારપ્રાંતિજમાં નેશનલ હાઈવે 48 પર આવેલ રામદ્વારા વિસ્તારમાં પતરાવાળા ઘરમાં 55 વર્ષીય સવિતાબેન અમરતજી મકવાણા કામ કરતા સમયે ઘર આગળની ઓસરીની લોખંડની જાળીએ અડકી જતા વીજ કરંટ લાગ્યો હતો. ઘર ઉપરથી પસાર થતા વીજ વાયર પતરાને અડકી જવાને લઈને બનાવ બન્યો હોય તેવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું હોવાનું જાણવા મળ્યું છેત્યારે વીજ કરંટનો બનાવ બનતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. અને સવિતાબેનને તાત્કાલિક સરકારી દવાખાને ખસેડાયા હતા.

જ્યાં ફરજ પરના તબીબે સવિતાબેનને મૃત જાહેર કર્યા હતાઅને પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસ દવાખાને પહોંચીને આગળની કાર્યાવહી હાથ ધરી હતીજ્યારે ઘરની લોખંડની જાળીમાં વીજ કરંટ ઉતરવાને લઈને વીજ વિભાગને જાણ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતાઅને વીજ પ્રવાહ બંધ કર્યો હતો. વીજ કરંટ લાગતાં આધેડ મહિલાના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

Latest Stories