લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં,આ નામો ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાયા

લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ગુજરાતમાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી છે.

New Update
લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં,આ નામો ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાયા

લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ગુજરાતમાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી છે. જે પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી જવા રવાના થઇ ગયા છે. દિલ્હીમાં મળનારી બેઠકમાં આ નામોને લઇને ચર્ચા થશે.દિલ્હીમાં બપોરે ગુજરાતના લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોના નામોને લઈ કોર કમિટીમાં ચર્ચા થશે. કોર કમિટીમાં વડાપ્રધાન મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન પણ હાજર રહેશે. નિરીક્ષકો પાસેથી તમામ નામોનું લિસ્ટ લેવાઇ ગયુ છે. આજે કોર કમિટીમાં નામો પર અંતિમ મહોર લાગશે. 3 બેઠકના નામને બાદ કરતા વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી નહીં લડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તમામ બેઠકો પર 10થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. માત્ર 2 જ બેઠકમાં પાર્લામેન્ટ્રી બોર્ડે એક નામ પર મહોર લગાવી છે. ગાંધીનગર, નવસારી અને જામનગરના વર્તમાન સાંસદના નામ પર પાર્લામેન્ટ્રી બોર્ડની મહોર લાગી ગઇ છે. અમિત શાહ,સી આર પાટીલ અને પૂનમ માડમ યથાવત રહેવાના છે. અન્ય લોકસભા બેઠક માટે ત્રણ-ત્રણ નામ પર ચર્ચા ચાલી રહી છે, તો કેટલાક વર્તમાન સાંસદ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

Latest Stories