છોટાઉદેપુર : નસવાડીના કોલુ ગામની નવી વસાહતમાં 35 જેટલા ઘરોમાં નળ છે પરંતુ પાણી આવ્યું નહીં,30 વર્ષથી સંઘર્ષ કરતા ગ્રામજનો

નસવાડીના કોલુ ગામમાં ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે, ઘરે ઘરે નળ છે પરંતુ તેમાં પાણી આવતું નથી.

New Update
  • 30 વર્ષથી પાણી માટેનો સંઘર્ષ

  • કોલુ ગામના લોકો કરી રહ્યા છે સંઘર્ષ

  • ઘરે ઘરે નળ લગાવ્યા પણ પાણી આવ્યું નહિ

  • 30 વર્ષ જૂનો રસ્તો પણ ખખડધજ

  • સમસ્યા દૂર કરવા માટે માંગ કરતા ગ્રામજનો 

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોલુ ગામની નવી વસાહતમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ગામમાં ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો છે,પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે, ઘરે ઘરે નળ છે પરંતુ તેમાં પાણી આવતું નથી.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોલુ ગામની નવી વસાહતમાં રહેતા લોકો 30 વર્ષથી સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નર્મદા ડેમ બનાવવામાં જમીનો આપી અને ગુજરાતમાં હરિયાળી છવાઈ છે. સરકારે અસરગ્રસ્ત તરીકે કોલુ ગામમાં નવી વસાહતમાં 30 વર્ષ પહેલા વસવાટ કરાવ્યો હતો.અને પાણી મળે તે માટે ઘરે ઘરે નળ બેસાડ્યા પરંતુ તેમાં એક પણ ટીપું પાણી આવતું નથી. જ્યારે ગામનો રસ્તો 30 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો,જે રસ્તો પણ ભાંગીને ભુક્કો થઈ ગયો છેપરંતુ નવો રસ્તો બનાવવામાં આવતો નથી. વિકાસની ગુલબાંગો વચ્ચે 35 ઘરના લોકો હાલ હેન્ડપંપ હલાવી ને પાણી ભરે છે.

આ ગામની મહિલાઓ પણ ખેત મજૂરીની સાથે પાણી માટે સંઘર્ષ કરીને કપરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે.વધુમાં 30 વર્ષથી પાણી માટે પોકાર રહી રહ્યા છે પરંતુ વોટ લેવા માટે દોડીને  આવતા નેતાઓ પણ તેઓના પ્રશ્નોને સાંભળતા ન હોવાના આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે.

Latest Stories