Connect Gujarat
ગુજરાત

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઇતિહાસમાં પ્રથમ વખત પાલખીયાત્રાનું કરાયુ આયોજન

X

સોમનાથ મહાદેવ મંદિરનો આજે સ્થાપના દિવસ

સોમનાથમાં નિકલાઇ ભવ્ય પાલખી યાત્રા

મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઇતિહાસમાં પ્રથમ વખત આજે સોમનાથ મહાદેવની ભવ્ય અને દિવ્ય પાલખીયાત્રા નીકળી હતી

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઇતિહાસમાં પ્રથમ વખત આજે સોમનાથ મહાદેવની ભવ્ય અને દિવ્ય પાલખીયાત્રા નીકળી હતી કહેવાય છે. આજે ઇતિહાસમાં પ્રથમ વખત પ્રભાસ પાટણમાં ભગવાન સોમનાથ સ્વયં પોતાના ભક્તોને આશીર્વાદ આપવા પાલખીમાં સવાર થઈ અને નીકળ્યા હતા.આ શોભાયાત્રાની વિશેષતા એ રહી હતી કે શંખનાદ,ઢોલ શરણાઈ અને ડીજેના તાલ તો ખરા જ પરંતુ સાથે સોમપુરા બ્રહ્મ સમાજના યુવાનો વડીલો અને ભૂદેવોના સમગ્ર યાત્રા દરમિયાન વેદ મંત્રોથી જાણે પ્રભાસ પાટણ સોમનાથ તીર્થને વેદ મંત્રોથી ગુંજતું કર્યું હતું. આજે ભગવાન સોમનાથનો સ્થાપના દિવસ હતો જેને 73 વર્ષ પૂર્ણ થયા છે આ દિવસે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે ભગવાન સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા અને સ્થાપના કરાઈ હતી એ દિવસની યાદગીરી રૂપે આજે પ્રભાસ તીર્થનું ગૌરવ એવા સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા આ દિવ્ય શોભાયાત્રાનું પ્રથમ વખત સફળ આયોજન કરાયું હતું.


Next Story