વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરાસરમાં કરોડોના ખર્ચે નવનિર્મિત ત્રણ ભવનોનો લોકાર્પણ સમારોહ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા.
પ્રાચીન વેદભાષા સાંસ્કૃતની વેરાવળ સ્થિત ગુજરાતની એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનર્વિસટિી પરસિરમાં નવનિર્મિત ત્રણ ભવનોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આર્ચાય અધ્યક્ષરૂપે મુખ્ય અતિથિ અને ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર તથા સારસ્વત અતિથિ તરીકે સંસ્કૃત ભારતીના અખલિ ભારતીય પ્રચાર પ્રમુખ શિરીષ ભેડસાઁવકર ઉપસ્થતિ રહ્યા હતા.આ તકે ઉપસ્થિત મહાનુભાવો પ્રાસંગિક ઉદબોધન માં સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા થતાં અથાગ કાર્યોને બિરદાવ્યા હતા.આ સમારોહમાં મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત શિક્ષણ મંત્રી, ગુજરાત રાજ્ય, જીતુ વાઘાણીએ તેમજ કુબેર ડીંડોર તેમના પ્રાસંગીક ઉદબોધન માં જણાવ્યું હતું કે, સંસ્કૃતમાં સમગ્ર વિશ્વનો જ્ઞાન ભંડાર સમાયેલો છે.આ યુનિવર્સિટીની ગુણવત્તાયુક્ત પ્રગતિની તેમણે કામના સાથે સોમનાથના નામથી સ્થપાયેલી આ યુનિવર્સિટી અવશ્ય જ ઉત્તરોત્તર પ્રગતિ કરશે એમ શ્રદ્ધા વ્યક્ત કરી.
ગુજરાતની એક માત્ર સંસ્કૃત યુની.માં ઇરાનનો પાકિસ્તાની યુવક સંસ્કૃત શિક્ષણ મેળવે છે.યુની.ના વિવિધ ભવનોના લોકાર્પણ કાર્યક્રમમાં ઈરાની મુસ્લિમ યુવક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.મુસ્લિમ યુવક ની સંસ્કૃત પ્રત્યે ના લગાવ થી રાજ્ય ના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રભાવિત બન્યા હતા.ઈરાની મુસ્લિમ યુવક ફરસાદને ટાંકી રાજ્યમાં સંકુચિત માનસિકતા ધરાવતા લોકો પર પ્રહાર કરતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આભાર દર્શન અટકાવી મંચ પરથી શબ્દોના બાણ વરસાવ્યા હતા.દેશમાં આઝાદીના 75 માં વર્ષ ની ઉજવણી થઈ રહી છે. ત્યારે આવા સંકુચિત માનસિકતા ધરાવતા પક્ષ, સંસ્થા, સમુદાય અને લોકોને ફરસાદ પાસેથી બોધપાઠ લેવા જણાવ્યું હતું.